શામળાજી મંદિર રંગબેરંગી સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું, જુઓ તસ્વીરો
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુંદર તૈયારીઓ દેશભરમાં કરવામાં આવી છે. દેશભરના મંદિરોને સુંદર રીતે સજાવાયા છે. પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરને પણ સુંદર રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ મંદિર ઝળહળી ઉઠ્યુ છે.

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સોમવારે ભગવાન શ્રી રામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. આ પળની દેશમાં વર્ષોથી રાહ જોવાઈ રહી હતી, જે પૂર્ણ થઈ રહી છે. જેને લઈ દેશભરમાં રામમય માહોલ સર્જાયો છે. આ માટે દેશમાં પ્રસિદ્ધ મંદિરોને સુંદર સજાવાયા છે. શામળાજી વિષ્ણું મંદિરમાં પણ સુંદર રોશની કરવામાં આવી છે.

દેશમાં ફરી એકવાર દિવાળી સમાન માહોલ સર્જાયો છે. દેશમાં ઘર-ઘર અને મંદિરો પર રોશની સજાવાઈ છે. સુંદર રોશનીથી મંદિરો ઝળહળી ઉઠ્યા છે.

અરવલ્લી જિલ્લામાં ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલ શામળાજી મંદિરને પણ સુંદર સજાવવામાં આવ્યુ છે. અદ્ભુત રોશની વડે મંદિર મનમોહી લેતુ જોવા મળી રહ્યુ છે.

શામળાજીમાં અદ્ભૂત નજારો સર્જાયો છે. આ માટે પહેલાથી જ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ અને રામ મંદિર મહોત્સવને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી.

ભગવાન શામળિયાને પણ સોમવારે સુંદર વસ્ત્રો અને સુવર્ણ, હિરા જડિત શણગારથી સજ્જ કરવામાં આવશે. આમ અદ્ભૂત દર્શનનો લ્હાવો સોમવારે ભક્તોને મળશે.

શામળાજી મંદિર પરિસરમાં સવારથી સાંજ સુધી ભજન મંડળી સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. સોમવારે ભક્તોની ભીડ પણ મોટી સંખ્યામાં ઉમટશે અને ઉજવણીમાં હિસ્સો લેશે અને ભગવાનના દર્શન કરશે.