હિન્દુ ધર્મમાં શિશુઓનો અગ્નિસંસ્કાર કેમ નથી કરવામાં આવતો ? જાણો શું કહે છે ગરુડ પુરાણ
સનાતન ધર્મમાં મૃત્યુ પછી શરીરના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. જેને સામાન્ય ભાષામાં કહીએ તો મૃતદેહને ચિતા ઉપર સળગાવવામાં આવે છે. પરંતુ શિશુઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવતા નથી.

હિન્દુ ધર્મમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ તેમના મૃતદેહનો પૂજા- વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પરંતુ કે જ્યારે નવજાત બાળકથી લઈને સામાન્ય રીતે 5 વર્ષથી નાના બાળકોના અગ્નિસંસ્કાર કરવામાં આવતા નથી.

ગરુડ પુરાણ અનુસાર જો કોઈ સ્ત્રીનું બાળક ગર્ભમાં મૃત્યુ પામે છે અથવા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું મૃત્યું થાય તો તેના અગ્નિસંસ્કાર કરવાને બદલે તેના મૃતદેહને દફનાવવામાં આવે છે.

ગરુડ પુરાણમાં ઉલ્લેખ કરાયા અનુસાર જ્યારે બાળક જન્મે છે ત્યારે તેને કોઈ પણ પ્રકારની ઈચ્છા હોતી નથી. જેથી બાળકને તેના શરીર સાથે લગાવ ન હોવાના કારણે શરીર સરળતાથી છોડી દે છે.

વ્યક્તિ જેમ જેમ મોટા થાય છે. ત્યારે તેની ઈચ્છાઓ પ્રબળ થતી હોય છે. જેથી તે વ્યક્તિને તેના શરીર સાથે લગાવ હોવાથી મૃત્યુ પછી પણ આત્મા ફરી શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. જેથી 5 વર્ષથી મોટી ઉંમરના લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં શિશુ, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સાધુ સંતોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નથી. આ તમામ લોકોના મૃત્યુ બાદ તેમને દફનાવવામાં આવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવેલી છે. આ માહિતીનું TV9 ગુજરાતી પુષ્ટી કરતું નથી.)
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
