રામલલ્લાના કરવા છે દર્શન ? અમદાવાદથી અયોધ્યાનું ટ્રેનનું ભાડું જાણો, 60થી વધારે સ્ટેશનો પર થાય છે સ્ટોપ
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી તરત જ મંદિરને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું છે. મંદિરમાં લોકોની ભીડ જામી છે. રામલલ્લાના દર્શન માટે લોકો દિવાના થયા છે. આવી સ્થિતિ તમારા મનમાં પણ ચાલી રહી છે કે તમારે પણ અયોધ્યા જવું છે, તો આજે અમે તમને અમદાવાદથી અયોધ્યા ટ્રેનની મુસાફરી ટિકિટ ભાડા વિશે જણાવશું.

આ ટ્રેન અમદાવાદ જંક્શનથી દરભંગા જંક્શન સુધી ચાલે છે. આજે આપણે અમદાવાદથી અયોધ્યા જવું છે તો તેના ભાડા વિશે જાણશું.

અમદાવાદથી અયોધ્યા જવા માટે ટ્રેન નંબર- 19165 - Sabarmati Express ચાલે છે. અમદાવાદ સ્ટેશન પરથી રાત્રે 11:10 વાગ્યે શરૂ થાય છે. આ ટ્રેન બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલે છે.

નડિયાદ, રતલામ , નાગડા જં, ઉજ્જૈન જં, બિયાવરા રાજગઢ, અશોક નગર, લલિતપુર વગેરે સ્ટેશનો પરથી પસાર થાય છે. આખા રુટના પ્રવાસ દરમિયાન આ ટ્રેન 62 સ્ટેશનો પર સ્ટોપ કરે છે.

લખનઉ ત્રીજા દિવસે 01:10 AMએ પહોંચાડે છે. ત્યાંથી બારાબંકી 01:48 પહોંચે છે અને અયોધ્યા ધામ સ્ટેશન પર ત્રીજા દિવસે 04:24 AM એ પહોંચાડશે.

આટલા રૂટ દરમિયાન આ ટ્રેન અમદાવાદથી અયોધ્યા સુધીમાં કુલ અંદાજિત 1397 જેટલું કિલોમીટર કાપે છે. આ ટ્રેનની ટિકિટ અમદાવાદથી અયોધ્યા સુધીમાં 2Aની રુપિયા 2255, 3A રુપિયા 1540, SLના રુપિયા 570 છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
