ટેક્સ બચાવવા માટે પોસ્ટ ઓફિસની યોજનામાં રોકાણ કરવાનું વિચારો છો? તો ધ્યાન રાખજો, આ સેવિંગ સ્કીમ્સમાં નથી મળતો 80Cનો લાભ
લોકો ટેક્સ બચાવવા માટે જુદા-જુદા વિકલ્પ વિશે વિચારતા હોય છે. તેમાંથી બેસ્ટ ઓપ્શન છે પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ. મોટાભાગની નાની બચત યોજનાઓ આવકવેરાની કલમ 80Cનો લાભ આપે છે, પરંતુ પોસ્ટ ઓફિસની ઘણી એવી યોજનાઓ છે જ્યાં આ લાભ મળતો નથી.

આવતીકાલથી માર્ચ મહિનાની શરૂઆત થશે. લોકો ટેક્સ બચાવવા માટે જુદા-જુદા વિકલ્પ વિશે વિચારતા હોય છે. તેમાંથી બેસ્ટ ઓપ્શન છે પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ. મોટાભાગની નાની બચત યોજનાઓ આવકવેરાની કલમ 80Cનો લાભ આપે છે, પરંતુ પોસ્ટ ઓફિસની ઘણી એવી યોજનાઓ છે જ્યાં આ લાભ મળતો નથી.

તમારે પોસ્ટ ઓફિસની સ્કીમમાં ટેક્સ બચત માટે રોકાણ કરતા પહેલા આ યોજનાઓ વિશે જાણવું જોઈએ. કિસાન વિકાસ પત્ર એક પોસ્ટ ઓફિસની સ્કીમ છે. જેમાં કલમ 80Cનો લાભ આપવામાં આવતો નથી. તેમાંથી મળતા રિટર્ન પર ટેક્સ ભરવો પડે છે. તેના દ્વારા થતી આવક ITRમાં 'અન્ય સ્ત્રોતોમાંથી આવક'માં ગણવામાં આવે છે.

RD - પાંચ વર્ષની RDમાં પણ આવકવેરાની કલમ 80Cનો લાભ મળતો નથી. તેના દ્વારા મળેલા બધા જ રિટર્ન પર ટેક્સ ચૂકવવાનો રહે છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં તમે એક, બે, ત્રણ અને પાંચ વર્ષ માટે રોકાણ કરી શકો છો. આવકવેરાનો લાભ માત્ર 5 વર્ષની મુદતની થાપણો પર જ મળે છે. એક, બે અને ત્રણ વર્ષની બાકીની થાપણો પર ટેક્સ છૂટ મળતી નથી.

પોસ્ટ ઓફિસ મંથલી સ્કીમમાં પણ રોકાણકારોને આવકવેરાનો લાભ મળતો નથી. આ સ્કીમમાં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. જો આ સ્કીમમાં મળેલા વ્યાજની રકમ મર્યાદા કરતાં વધારે થાય તો TDS કાપવામાં આવે છે.

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર - આ સ્કીમની જાહેરાત મોદી સરકાર દ્વારા વર્ષ 2023 ના બજેટમાં કરવામાં આવી હતી. આ સ્કીમ પર પણ કોઈ ટેક્સ બેનિફિટ નથી. આ યોજનામાં તમારે વ્યાજની આવક પર ઈન્કમ ટેક્ષ ચૂકવવો પડે છે.
