રાજકીય અસ્થિરતાના સમયે વાજપેયી સરકારે લીધેલા પગલાંએ દેશને નવી દિશા અને નવી ગતિ આપી: PM મોદી

પીએમ મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. આ અવસર પર, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે તેમનું વિઝન અને મિશન વિકસિત ભારતના સંકલ્પને બળ આપવાનું ચાલુ રાખશે."

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2024 | 11:38 AM
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ, દિલ્હી સ્થિત અટલ બિહારી વાજપેયીના સમાધિસ્થળે જઈને શ્રદ્ધાંજલી અર્પી હતી.

1 / 7
પીએમ મોદી રાજઘાટ પર અટલ મેમોરિયલ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ પોતાનું જીવન એક મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સમર્પિત કર્યું.

2 / 7
વાજપેયીની 100મી જન્મજયંતિના અવસર પર વડાપ્રધાન મોદીએ નમો એપ પર એક લેખ પણ શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાને જે રીતે બંધારણીય મૂલ્યોનું જતન કરીને દેશને એક નવી દિશા અને ગતિ આપી છે, તેની અસર હંમેશા 'અચળ' રહેશે. તેમણે કહ્યું, "તેમનુ ભરપુર સાનિધ્ય અને આશીર્વાદ મળ્યાં એ મારું સૌભાગ્ય છે."

3 / 7
પીએમ મોદીએ રાજકીય અસ્થિરતાના સમયમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે 21મી સદીને ભારતની સદી બનાવવા માટે તેમની એનડીએ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓએ દેશને નવી દિશા અને નવી ગતિ આપી.

4 / 7
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ અટલ મેમોરિયલ જઈને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા.

5 / 7
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અટલ મેમોરિયલ ગયા હતા અને વાજપેયીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.

6 / 7
એનડીએના સંયોજક અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડૂએ પણ રાજઘાટ સ્થિત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળે જઈને વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પી હતી.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">