તલાટી મંત્રીઓનો સરકાર સામે મોરચો : રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે CMને રજૂઆત કરતા પશુપાલન વિભાગને જવાબદારી સોંપવાની માંગ કરી.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોને પકડવાની કામગીરી તલાટી મંત્રીઓને સોંપવાના પરિપત્ર સામે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ મક્કમ વિરોધ પર ઉતરી આવ્યું છે. મહામંડળે આ મુદ્દે મુખ્યમંત્રીને તાત્કાલિક પત્ર લખીને આ પરિપત્ર પાછો ખેંચવાની રજૂઆત કરી છે.
મહામંડળનું સ્પષ્ટ કહેવું છે કે રખડતા પશુઓને પકડવાની કામગીરી વહીવટી કાર્યક્ષેત્રની બહારની છે અને આ જવાબદારી રાજ્યના પશુપાલન તેમજ વન વિભાગને સોંપવી જોઈએ.
તલાટી મંત્રીઓએ સરકારને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર આ સરકારી ઠરાવ (GR) તાત્કાલિક પરત નહીં ખેંચે, તો તેઓ આ કામગીરીનો અમલ કરશે નહીં. મહામંડળે વધુમાં જણાવ્યું છે કે, જો સરકાર આ બાબતે ગંભીરતા નહીં દાખવે અને પોતાનો નિર્ણય નહીં બદલે, તો તેઓ વિકાસ કમિશનરની કચેરી ખાતે ધરણા પર ઉતરવા માટે મક્કમ છે. તલાટી મંત્રીઓના આ વિરોધથી ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોના ત્રાસને નિયંત્રિત કરવાની સરકારી યોજનાના અમલ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
[Input Credit: Kinjal Mishra]
ફોક્સવેગન લાવી રહ્યું છે એન્ડ-ઓફ-ઈયર મેગા ઓફર્સ, વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

