Stock Market : બોનસ સાથે સાથે શેર સ્પ્લિટ ! ટ્રેડિંગ બંધ થયા પછી રોકાણકારોને ખુશખબરી મળી
બુધવારે સ્ટોક માર્કેટમાં એક કંપનીએ તેના રોકાણકારો માટે સ્પ્લિટ અને બોનસની જાહેરાત કરી. BSE સ્મોલકેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીએ ટ્રેડિંગ બંધ થયા પછી સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેના બોર્ડે સ્પ્લિટ અને બોનસ દરખાસ્તને મંજૂરી આપી છે.

બુધવારે એટલે કે 3 ડિસેમ્બરના રોજ કંપનીએ ટ્રેડિંગ બંધ થયા પછી સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેના બોર્ડે સ્પ્લિટ અને બોનસ દરખાસ્તને મંજૂરી આપી છે. ખાસ વાત એ છે કે, છેલ્લા એક વર્ષથી આ શેર દબાણ હેઠળ છે.

કંપનીએ જણાવ્યું હતું કે, બોર્ડે ₹10 ની ફેસ વેલ્યુવાળા દરેક શેરને ₹1 ની ફેસ વેલ્યુવાળા 10 શેરમાં સ્પ્લિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ દરેક 2 શેર ઉપર 1 બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ માટેની રેકોર્ડ તારીખ અલગથી જાહેર કરવામાં આવશે.

વધુમાં જોઈએ તો, કંપનીએ 29 ડિસેમ્બર, 2025 ના રોજ એટલે કે સોમવારે બપોરે 12:30 વાગ્યે EGM નું આયોજન કર્યું છે. EGM વિડીયો કોન્ફરન્સિંગ (VC/OAVM) દ્વારા યોજાશે. ઈ-વોટિંગ માટેની કટ-ઓફ તારીખ 22 ડિસેમ્બર, 2025 છે.

નોંધનીય છે કે, સ્મોલ-કેપ શેર સતત બીજા દિવસે ઘટ્યા. તે લગભગ 2.51% ઘટીને ₹386 ની નજીક બંધ થયા. છેલ્લા એક વર્ષમાં શેરમાં સતત દબાણ જોવા મળ્યું છે. શેરનું 3 વર્ષનું રિટર્ન નેગેટિવ (76%) છે અને તે એક વર્ષમાં લગભગ 40% જેટલું ઘટ્યું છે.

જો કે, બોર્ડ મીટિંગની જાહેરાત બાદ Best Agrolife ના શેરમાં ઉછાળો જોવા મળ્યો, જે 10 દિવસમાં ₹300 થી ₹385 સુધી પહોંચી ગયો. ગયા વર્ષે ડિસેમ્બરમાં શેરનું વર્ષનું હાઇ લેવલ 670 હતું અને માર્ચના અંતમાં તે 250 ના લેવલથી નીચે આવી ગયું હતું.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: Stock Market : નિફ્ટી 29,300 ની ઊંચાઈએ પહોંચશે ! ગ્લોબલ બ્રોકરેજ ફર્મે કરી ‘અદ્ભૂત ભવિષ્યવાણી’, ટોચના 20 શેરનું માસ્ટર લિસ્ટ જાહેર
