ઇન્ડિગોએ 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, અમદાવાદ, સુરત, રાજકોટમાં મુસાફરોએ મચાવ્યો હોબાળો
ગુજરાતના રાજકોટ કે અમદાવાદથી અન્યત્ર જતી કે આવતી અથવા તો દિલ્હીથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટ્સ પર, કંપનીએ લીધેલા ફ્લાઈટ રદ કરવાના નિર્ણયની ભારે અસર પડી હતી. બુધવારે ઈન્ડિગો એરલાઇનને લગભગ 200 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ટેકનિકલ ખામીઓને કારણ તરીકે દર્શાવવામાં આવી રહી છે.
ભારતની સૌથી મોટી એરલાઇન્સ કંપનીમાંની એક, ઇન્ડિગોએ આજે દેશભરમાં 200 થી વધુ સ્થાનિક ફ્લાઇટ્સને રદ કરી હતી. એરલાઇને જણાવ્યું હતું કે, ક્રૂ સભ્યોની અછત, ટેકનિકલ સમસ્યાઓ અને એરપોર્ટ પર મુસાફરોની ભીડ સહિતના વિવિધ કારણોસર ઇન્ડિગોને ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. દેશભરમાં ફ્લાઈટ એકાએક રદ થવાને કારણે હજારો મુસાફરોને અસુવિધા થઈ હતી, અને મુસાફરોએ વિમાનીસેવા રદ થવા પર એરલાઇન્સ ઉપર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ઇન્ડિગોની ફલાઇટ રદ થવાના કારણે ઓપરેશનમાં હાલાકી સર્જાઈ હતી. રાજકોટથી દિલ્લી થવાની ફલાઇટ છ કલાક મોડી પડી હતી. તો બીજી બાજુ દિલ્લી અને મુંબઇની બે ફલાઇટ્સને રદ્દ કરાઇ હતી. રાજકોટ-દિલ્લીની સાંજે 5.55 કલાકની ફલાઈટ પણ રદ્દ કરી દેવાઈ હતી. તો રાજકોટથી મુંબઇ સાંજે 4-55 કલાકે ઉપડતી ફ્લાઇટ પણ રદ્દ કરી દેવાઈ હતી. સવારે 8-05 વાગ્યાની ફલાઇટ બપારના 2.13 કલાકે રવાના થતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો. આગોતરી જાણ વીના જ એકાએક ફ્લાઈટ રદ થવાના કારણે મુસાફરો અકળાઈ ઉઠ્યા હતા. કેટલાક મુસાફરોએ તો એરપોર્ટ લોન્જમાં જ ઈન્ડિગો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગુજરાતના રાજકોટ કે અમદાવાદથી અન્યત્ર જતી કે આવતી અથવા તો દિલ્હીથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટ્સ પર, કંપનીએ લીધેલા ફ્લાઈટ રદ કરવાના નિર્ણયની ભારે અસર પડી હતી. બુધવારે ઈન્ડિગો એરલાઇનને લગભગ 200 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ટેકનિકલ ખામીઓને કારણ તરીકે દર્શાવવામાં આવી રહી છે. કેટલાક એરપોર્ટ પર ક્રૂની અછત પણ નોંધાઈ છે. આ વિક્ષેપને કારણે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં કલાકો સુધી મુસાફરોને અસુવિધા થવા પામી હતી.
ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયામાં વિક્ષેપો બાદ, બધી એરલાઇન્સે મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓ લાગુ કરી છે. દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમની ઓન-ગ્રાઉન્ડ ટીમો મુસાફરોને અસુવિધા ન થાય તે માટે તમામ હિસ્સેદારો સાથે નજીકથી કામ કરી રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
