અટલ બિહારી વાજપેયી

અટલ બિહારી વાજપેયી

અટલ બિહારી વાજપેયીજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના દિવસે થયો હતો. પ્રખર રાજકારણી તરીકે નામના મેળવનારા વાજપેયીજી ત્રણ વાર અલગ અલગ રીતે પ્રધાનમંત્રી બન્યા. 1996માં 13 દિવસ, 1998-99માં 13 મહિના અને 1999-2004માં ૫ વર્ષ માટે સત્તા પર રહ્યા. વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. તેમને 1992માં પદ્મવિભૂષણ, 1993મા કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી, 1994માં લોકમાન્ય તિલક એવોર્ડ,1994માં શ્રેષ્ઠ સંસદસભ્ય, 1994માં ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ અને વર્ષ ૨૦૧૫માં ભારત રત્નનો એવોર્ડ મળ્યો હતો. 16 ઓગસ્ટ 2018ના દિવસે તેમનું નિધન થયુ હતું.

Read More

ભાજપનો આજે સ્થાપના દિવસ : 44 વર્ષની રાજકીય સફર, વર્તમાન સમયમાં 17 રાજ્યોમાં સરકાર

6 એપ્રિલ એટલે કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવીને ઉજવણીની શરુઆત કરાવશે. આ પ્રસંગે નડ્ડા જનસંઘના નેતાઓ દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરશે.

g clip-path="url(#clip0_868_265)">