Ola electric : ઓલાએ લોન્ચ કર્યું 190 કિમી રેન્જવાળું ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કેટલી છે કિંમત
ઓલા ઈલેક્ટ્રીકએ S1X ઈલેક્ટ્રીક સ્કૂટરને 4kWh બેટરી પેક સાથે લોન્ચ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે ઓલા S1X સિંગલ ચાર્જ પર 190 કિમી સુધી દોડશે. ઓલા S1Xને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 6 કલાક 30 મિનિટનો સમય લાગે છે. ઓલા S1X હાલના મોડલ જેવું જ દેખાય છે.

ઓલા ઈલેક્ટ્રીકએ S1X ઈલેક્ટ્રીક સ્કૂટરને 4kWh બેટરી પેક સાથે લોન્ચ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે ઓલા S1X સિંગલ ચાર્જ પર 190 કિમી સુધી દોડશે. ઓલા S1Xને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 6 કલાક 30 મિનિટનો સમય લાગે છે.

ઓલા S1X હાલના મોડલ જેવું જ દેખાય છે. તેનું વજન 112 કિલો છે, જે S1 કરતા 4 કિલો વધારે છે. Ola કોઈપણ વધારાના ચાર્જ વિના ઇલેક્ટ્રિક સ્કૂટર માટે 8 વર્ષ અથવા 80,000 કિમીની સ્ટાન્ડર્ડ બેટરી વોરંટી પણ ઓફર કરી રહી છે.

Ola S1Xના કુલ 3 વેરિયન્ટ છે, જેમાં 2 kWh વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ.79,999 છે, 3 kWh વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ.89,999 છે અને 4 kWh વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત છે. 1.10 લાખ રૂપિયા છે.

ઓલાએ જાહેરાત કરી છે કે તે તેના સર્વિસ સેન્ટરોની સંખ્યામાં 50 ટકા વધારો કરશે. કંપનીએ એપ્રિલ 2024 સુધીમાં દેશભરમાં 600 સર્વિસ સેન્ટરો ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ ઉપરાંત ઓલા ઈલેક્ટ્રીક જૂન 2024 સુધીમાં તેના પબ્લિક ચાર્જિંગ નેટવર્ક પણ વધારશે. વર્તમાનમાં 1000 ચાર્જિંગ સ્ટેશન છે, તે વધારીને 10,000 સુધી પહોંચાડવાનું પણ આયોજન કરી રહી છે.
