તમારા રસોડામાં જ હાજર છે Natural pain killers, શરીરના દુખાવાઓમાંથી તરત મળશે રાહત

Natural pain killers: ભારત પાસે લગભગ દરેક રોગ અને દુખાવાની દવા છે. પ્રાચીન કાળથી ઔષધી વિજ્ઞાનના વિકાસને કારણે ભારતમાં ઘરે ઘરે દરેક રોગ માટે ઘરેલૂ ઉપાયો છે. આપણા રસોડામાં પણ આવી ઘણી ઔષધીઓ હાજર છે.

Jul 04, 2022 | 11:20 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 04, 2022 | 11:20 PM

ભારત પાસે લગભગ દરેક રોગ અને દુખાવાની દવા છે. પ્રાચીન કાળથી ઔષઘિ વિજ્ઞાનના વિકાસને કારણે ભારતમાં ઘરે ઘરે દરેક રોગ માટે ઘરેલૂ ઉપાયો છે. આપણા રસોડામાં પણ આવી ઘણી ઔષઘિઓ હાજર છે. આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જે  દુખાવા દૂર કરે છે.

1 / 5
હળદરઃ વિજ્ઞાનમાં એવું માનવામાં આવે છે કે ઔષધીય ગુણોથી ભરપૂર હળદર અનેક રોગોનો ઈલાજ છે. તેમાં કેન્સર સામે લડવાની ક્ષમતા છે અને તે ચેપને દૂર કરી શકે છે. જો શરીરમાં કોઈ ઈજા થઈ હોય તો હળદરનું દૂધ પીવાથી ઘા ઝડપથી ભરાઈ જાય છે.

2 / 5
આદુ: તે ઘણા એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. જુના જમાનાથી હમણા સુધી આદુનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં કરવામાં આવે છે. પીરિયડ્સ દરમિયાન આદુવાળી ચા પીવાથી પણ મહિલાઓનો દુખાવો ઓછો થઈ શકે છે.

3 / 5
રોઝમેરીઃ જે લોકોને શરીરના સાંધામાં દુખાવાની ફરિયાદ હોય તેઓ રોઝમેરી તેલથી માલિશ કરીને તેને દુખાવાને ઓછુ કરી શકે છે. રોઝમેરી સાંધાની અંદર જઈ , તેમાં રહેલા દુખાવાને દૂર કરે છે.  જો તમને માથાનો દુખાવો થતો હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

4 / 5
ફુદીનો: ઔષધીય ગુણોથી ભરપૂર ફુદીનો દુખાવામાં રાહત આપવામાં એટલો અસરકારક છે કે વિદેશની દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે પાચનતંત્રથી લઈને આપણા સ્નાયુઓનું સ્વાસ્થ્ય પણ યોગ્ય રાખે છે. ફુદીનાના પાનથી પેટમાં અચાનક થતો દુખાવો ઓછો કરી શકાય છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati