T20 World Cup 2024 : આ હશે ટીમ ઈન્ડિયાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, 4 ખેલાડીઓને ભાગ્યે જ મળશે તક

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની પસંદગી સમિતિએ મોટો નિર્ણય લેતા કેએલ રાહુલ, શુભમન ગિલ અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓને ટીમની બહાર રાખ્યા છે. જો કે, અહીં મોટી વાત એ છે કે જે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેમાંથી 4 ખેલાડી એવા છે જેમને ભાગ્યે જ કોઈ મેચ રમવાની તક મળશે.

T20 World Cup 2024 : આ હશે ટીમ ઈન્ડિયાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, 4 ખેલાડીઓને ભાગ્યે જ મળશે તક
Team India
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 7:03 PM

T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCI સેક્રેટરી જય શાહ અને સિલેક્શન કમિટી વચ્ચે અમદાવાદમાં યોજાયેલી બેઠક બાદ ભારતીય ટીમના 15 સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમવાની તક મળશે.

ગિલ-રાહુલ-રિંકુનું પત્તું કપાયું

રિષભ પંત, સંજુ સેમસન, યુઝેન્દ્ર ચહલ અને શિવમ દુબે જેવા ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે. શુભમન ગિલ, કેએલ રાહુલ અને રિંકુ સિંહ માટે ખરાબ સમાચાર આવ્યા, ત્રણેયને 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી. હવે અહીં મોટો પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન કયો હશે?

કોણ હશે ઓપનર?

યશસ્વી જયસ્વાલ T20 વર્લ્ડ કપ 2024માં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. આ બંને ખેલાડીઓએ આ સ્થિતિમાં ઘણી મેચો જીતી છે અને ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં પણ આ જોડી સાથે છેડછાડ કરવાનું પસંદ કરશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

મિડલ ઓર્ડર

વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે અને સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. જો કે, મેચના સંજોગોના આધારે ફેરફાર શક્ય છે. રિષભ પંત પાંચમાં નંબર પર રમી શકે છે અને તે વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી હશે.

ઓલરાઉન્ડર અને બોલર

હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં હશે તે નિશ્ચિત છે. અક્ષર પટેલ પણ ઓલરાઉન્ડર તરીકે રમી શકે છે. અક્ષરની એન્ટ્રીથી ટીમની બેટિંગ તાકાત પણ વધશે. બોલરોમાં કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ અથવા સિરાજ પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે.

ટીમ ઈન્ડિયાની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ/મોહમ્મદ સિરાજ.

આ ખેલાડીઓને પ્લેઈંગ-11 માં તક મળવી મુશ્કેલ

સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ એવા નામ છે જેમને T20 વર્લ્ડ કપમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળવી મુશ્કેલ છે. આ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સાથી ખેલાડીની ઈજા થવાના કિસ્સામાં જ પ્લેઈંગ-11માં જગ્યા મળશે. ટીમ ઈન્ડિયા શિવમ દુબેનો કેવી રીતે ઉપયોગ કરશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયાની પસંદગીમાં શું થયું? જાણો 5 મોટી વાતો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
g clip-path="url(#clip0_868_265)">