જો ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતતા જોવા માંગતા હોવ, તો પ્રાર્થના કરો કે આ વખતે રાજસ્થાન રોયલ્સ IPL ચેમ્પિયન બને!

ભારતે છેલ્લે 2013માં ધોનીની કેપ્ટન્સીમાં ICC ટાઈટલ જીત્યું હતું. ત્યારથી, ICC ટુર્નામેન્ટમાં ટાઈટલ જીતવાની રાહ અવિરત ચાલુ છે. રાજસ્થાન રોયલ્સ પણ 2008થી IPL ચેમ્પિયન બની શકી નથી. BCCIએ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે અને આ ટીમમાં રાજસ્થાનના 4 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. શું આ ખેલાડીઓ રાજસ્થાન અને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી શકશે? આ બધા સવાલો વચ્ચે રાજસ્થાન રોયલ્સ અને ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન બનવાને લઈ એક ખાસ કનેક્શન સામે આવ્યું છે, જેના વિશે જાણી તમે ચોંકી જશો.

જો ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતતા જોવા માંગતા હોવ, તો પ્રાર્થના કરો કે આ વખતે રાજસ્થાન રોયલ્સ IPL ચેમ્પિયન બને!
Rajasthan Royals
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 7:34 PM

IPL 2024માં રાજસ્થાન રોયલ્સ સરળતાથી ચાલી રહી છે. જો આ જ રીતે તે ટાઈટલ સુધી પહોંચે છે, તો સમજી લો કે ટીમ ઈન્ડિયાએ આ વખતે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી પણ ઉપાડી લીધી છે. અલબત્ત તમે આ વાંચીને ચોંકી જશો. પરંતુ, જ્યારે તમે ટીમ ઈન્ડિયા અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના કનેક્શનને જોશો તો તમે સમજી શકશો કે મામલો શું છે? અમે કેમ કહી રહ્યા છીએ કે જો રાજસ્થાન રોયલ્સ આ વખતે IPL ચેમ્પિયન બને તો ભારત T20 વર્લ્ડ કપ પણ જીતી શકે છે.

બંને ટીમ લાંબા સમયથી નથી બની ચેમ્પિયન

ટીમ ઈન્ડિયા જે રીતે એક દાયકાથી વધુ સમયથી ICC ટાઈટલની રાહ જોઈ રહી છે. એ જ રીતે રાજસ્થાન રોયલ્સ માટે IPL ટ્રોફી જીતવા માટે આટલો જ સમય પસાર થયો છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2013માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં આઈસીસીનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી, ICC ટુર્નામેન્ટમાં ટાઈટલ જીતવાની તેની રાહ અવિરત ચાલુ છે. એ જ રીતે રાજસ્થાન રોયલ્સ પણ 2008થી IPL ચેમ્પિયન બની શકી નથી. આ ટીમે શેન વોર્નના નેતૃત્વમાં IPLની પ્રથમ સિઝન જીતી હતી.

ટીમ ઈન્ડિયા અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સમાનતા

અત્યાર સુધી IPLમાં રાજસ્થાન રોયલ્સની સફર સારી રહી છે. ટીમ ઈન્ડિયાએ પણ આ જ રીતે આઈસીસી ટૂર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ, ટાઈટલ જીતથી તે બંને ટીમો દૂર રહી છે. જેમ રાજસ્થાન રોયલ્સ IPLની શરૂઆત પહેલા હોટ ફેવરિટ છે. એ જ રીતે ટીમ ઈન્ડિયા પણ આઈસીસી ટૂર્નામેન્ટમાં હોટ ફેવરિટ હોય છે. જેમ IPLમાં લીગ સ્ટેજમાં રાજસ્થાનનું વર્ચસ્વ છે, તેવી જ રીતે ICC ટૂર્નામેન્ટમાં પણ ટીમ ઈન્ડિયાનું વર્ચસ્વ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજસ્થાન ઘણીવાર IPLમાં ટોપ-2માં જોવા મળ્યું છે. ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા પણ પોઈન્ટ મામલે ટોપ પર જ રહે છે. IPLમાં રાજસ્થાનની જેમ ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ પણ ICC ટૂર્નામેન્ટમાં રન બનાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

આ છે ખાસ કનેક્શન

એટલું જ નહીં, IPLમાં મોટાભાગે સૌથી વધુ રન બનાવનાર અથવા સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી રાજસ્થાનનો છે. ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા સાથે પણ આવી જ કહાની છે. પરંતુ, આ બધું હોવા છતાં, IPLમાં કે ફાઈનલ પહેલા રાજસ્થાન રોયલ્સ દરેક વખતે ચાહકોનું દિલ તોડી નાખે છે. ટીમ ઈન્ડિયા પણ આઈસીસી ટૂર્નામેન્ટમાં આવું જ કરે છે.

રાજસ્થાન IPL જીતે તો ભારત T20 વર્લ્ડ કપ જીતી શકે!

IPL 2024માં પણ રાજસ્થાન રોયલ્સ ટેબલ ટોપર બની ગઈ છે. તે પ્રથમ સ્થાન પર છે. પરંતુ, જો તે આ નંબર વન સ્થાનને સફળતામાં ફેરવે છે અને ટાઈટલ જીતવાની તેની રાહ સમાપ્ત કરે છે, તો આશા રાખી શકાય છે કે આ ખાસ કનેક્શનના આધારે ટીમ ઈન્ડિયા પણ આ વખતે T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહેશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : આ હશે ટીમ ઈન્ડિયાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, 4 ખેલાડીઓને ભાગ્યે જ મળશે તક

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">