ઉનાળામાં કેટલી વાર ચા પીવી જોઈએ?

29 April 2024

Pic credit - Freepik

આપણા દેશના લોકો ચાના ખૂબ શોખીન છે. ઘણા લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે

ચા પ્રેમીઓ

કેટલાક લોકો આખા દિવસ દરમિયાન ઘણી વાર ચા પીતા હોય છે.

એકથી વધારે વાર ચા

ઉનાળામાં વધુ પડતી ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી. તો ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ઉનાળામાં દિવસમાં કેટલી વાર ચા પીવી જોઈએ.

ઉનાળામાં ચા

ડૉક્ટર અજીત જૈન કહે છે કે, ઉનાળાની ઋતુમાં તમે દિવસમાં એક કે વધુમાં વધુ બે વાર ચા પી શકો છો.

કેટલી વાર ચા પીવી

ડોક્ટર્સનું કહેવું છે કે જે લોકોને પિત્તની સમસ્યા, પેટમાં બળતરા, એસિડિટીની સમસ્યા હોય તેમણે ચા પીવાનું ટાળવું જોઈએ.

ચા કોને ન પીવી જોઈએ

ઉનાળામાં ખાલી પેટ ચા ન પીવાની ટ્રાય કરો. વધુ પડતી ચા ન પીવી, કારણ કે તેમાં ટેનીન હોય છે, જે શરીરમાં આયર્નની ઉણપનું કારણ બની શકે છે.

ખાલી પેટ ન પીવો

જે લોકોને દિવસમાં 5 થી 6 કપ ચા પીવાની આદત હોય છે. તેઓ તેને અચાનક પીવાનું બંધ કરી શકતા નથી. પરંતુ તમે દિવસમાં 1 કે 2 વખત ચા પીને શરૂઆત કરી શકો છો.

ચા પીવાની ટેવને કરો ઓછી

જો તમારે ચા પીવાની આદત ઓછી કરવી હોય તો ધીમે-ધીમે ઓછી કરી શકો છો અને આવી સ્થિતિમાં તમે વધુને વધુ પાણી અથવા જ્યુસ અને છાશ પી શકો છો.

પ્રવાહી વસ્તુ પીવી