Happy Birthday Rohit Sharma : રોહિત શર્મા 45 નંબરની જ જર્સી કેમ પેહરે છે ? આ છે કારણ
એક વખતે ICCના વીડિયોમાં ખુલાસો કર્યો છે કે તે શા માટે માત્ર 45 નંબરની જર્સી પહેરે છે. તેમણે કહ્યું કે આની પાછળ કોઈ ખાસ કારણ નથી, માત્ર એટલું જ કે તેની માતાને આ નંબર પસંદ છે તેથી તે આ નંબરની જર્સી પહેરે છે.

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા 37 વર્ષનો છે. રોહિતે પોતાની પત્ની અને કેટલાક મિત્રોની સાથે જન્મદિવસની ઉજવણી કરી છે. રોહિત હાલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી આઈપીએલ રમી રહ્યો છે અને ટુંક સમયમાં ટી 20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની કમાન પણ સંભાળશે.

આજે આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ છે. આજે મુંબઈની ટીમ લખનૌને હાર આપી હિટમેનને જન્મદિવસની જીતની ગિફટ આપવા મેદાનમાં ઉતરશે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો આજે જન્મદિવસ છે. રોહિતે ક્રિકેટમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. હિટમેને વનડેમાં 3 બેવડી સદી ફટકારી છે. તેમજ વનડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર 264 રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. સૌથી વધુ ચોગ્ગા અને વનડેમાં સૌથી વધુ સદી પણ ક્રિકેટરના નામે છે.

રોહિત શર્માએ જ્યારથી ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કર્યું છે ત્યારથી 45 નંબરની જર્સી પહેરતો જોવા મળ્યો છે. તેમણે આ મામલે આઈસીસીના એક વીડિયોમાં ખુલાસો પણ કર્યો હતો. આ પાછળ બીજું કોઈ કારણ નથી. તેમની માતાને આ નંબર પસંદ છે એટલા માટે તે 45 નંબરની જર્સી પહેરે છે.

30 એપ્રિલ 1987ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા રોહિત શર્માએ અત્યારસુધી 262 વનડે ઈન્ટરનેશનલ મેચમાં 10709 રન બનાવ્યા છે. ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3974 રન બનાવી ચુક્યો છે. તેમજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 597 સિક્સ ફટકારી છે.
