જો તમે એક વર્ષ સ્નાન નહીં કરો તો તમારી સ્થિતિ કંઈક થઈ શકે છે આવી, જુઓ ફોટા
આપણે એક વર્ષ સુધી સ્નાન ન કરીએ શું થાય તેવો વિચાર ક્યારે તમને આવ્યો છે.એક વર્ષ સુધી સ્નાન ન કરવામાં આવે તો શરીરમાં કેવા પ્રકારના બદલાવ જોવા મળે છે.મોટા ભાગના લોકો જાણતા હશે કે સાધુ અને સાધ્વીઓ સ્નાન નથી કરતા છતા તેઓ સ્વચ્છ અને સ્વસ્થ રહે છે.

કોઈ પણ માણસ 365 દિવસ સુધી ન નહાય તો વ્યક્તિમાંથી દુર્ગંધ આવે છે. શરીર પર ગંદકીના ઘણા સ્તરો બનવાના કારણે દુર્ગંધ આવે છે. તેમજ શરીર પર એકઠા થયેલા બેક્ટેરિયા ત્વચાને નુકસાન કરે છે.

ત્વચા તૈલી અથવા શુષ્ક થવાથી ફૂગ, યીસ્ટ અથવા બેક્ટેરિયાનો ચેપ લાગે છે. જેના પગલે ત્વચા પર ડાઘા પડી જાય છે. શરીરના એવા ભાગ પર થાય છે જ્યા વધારે પરસેવો થતો હોય.જેમ કે બગલ, કાનની પાછળ, ગરદનના ભાગ પર સૌથી વધારે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે.

આખુ એક વર્ષ સ્નાન ન કરવામાં આવે તે ચેપ લાગવાની શક્યતાઓમાં વધારો થાય છે. જો શરીરમાં કોઈ પણ પ્રકારનો કટ કે સ્ક્રેચ હોય તો ચેપ લાગવાની શક્યતાઓમાં વધારો થાય છે.

લાંબા સમય સુધી સ્નાન કરવામાં ન આવે તો ખોપરી ઉપરની ચામડી પર મૃત બની જાય છે. જેના પગલે માથામાં ખંજવાળ આવે છે. તેમજ વાળમાં ગંદકી ચોંટી જાય છે.

કેટલાક સાધુ સંતો ક્યારેય સ્નાન કરતા નથી.પછી ભલે ગમે તેટલું ઠંડુ કે ગરમ હવામાન હોય. તેઓ પોતાની જાતને સ્વચ્છ રાખવા માટે ભીના કપડાનું પોતુ ફેરવે છે. એવું માનવામાં આવે છે કે માત્ર તેને ભીના કપડાથી લૂછવાથી તેમનું શરીર સ્વચ્છ પવિત્ર બને છે.

































































