30 એપ્રિલના મહત્વના સમાચાર : અમદાવાદના નરોડામાં અમિત શાહનો હુંકાર, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા જઇ રહ્યું છે ગુજરાત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2024 | 12:23 AM

Gujarat Live Updates : આજે 30 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

30 એપ્રિલના મહત્વના સમાચાર : અમદાવાદના નરોડામાં અમિત શાહનો હુંકાર, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા જઇ રહ્યું છે ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 6 વર્ષ ચૂંટણી લડવા પર રોક લગાવવાની અરજી દિલ્લી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, કરવામાં આવેલી અરજીમાં કોઈ દમ નથી. રાજાઓ પરના નિવેદન બાદ વિવાદ વધતા રાહુલ ગાંધીએ બચાવનો પ્રયાસ કર્યો છે. પાટણમાં ભાવનગરના રાજાને યાદ કરીને રાજપાટ દેશને સમર્પિત કરવા મુદ્દે  વખાણ કર્યા. લોકસભા ચૂંટણી પહેલાં ફરી અમિત શાહ ગુજરાત આવશે. આજે અમદાવાદમાં અમિત શાહની જનસભા, નરોડામાં ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ માટે પ્રચાર કરશે. આજે T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત. સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહને મળી શકે છે તક. રોહીતની કપ્તાની જળવાઇ રહેવાની સંભાવના છે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Apr 2024 09:40 PM (IST)

    કોંગ્રેસની સરકારોએ વિકાસમાં રોડા નાખવાનુ કામ કર્યુ- અમિત શાહ

    અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે કોંગ્રેસ સરકારે વિકાસના તમામ કામ રોકવાનુ કામ કર્યુ. BRTS, રિવરફ્રન્ટ તમામ બાબતનો વિકાસ રોકવાનું કામ કર્યુ. અમિત શાહે કહ્યુ હું અમદાવાદમાં રહેલો છુ. પહેલા માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.

  • 30 Apr 2024 09:37 PM (IST)

    આતંકવાદ અને નક્સલવાદ ની સમાપ્તિ નું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ- અમિત શાહ

    અમિત શાહે કહ્યુ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદની સમાપ્તિનું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ. આજે જ છત્તીસગઝના 9 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા., હવે સરકાર બનશે તો દેશમાંથી નક્સલવાદ હટાવીને રહેશુ.

  • 30 Apr 2024 09:34 PM (IST)

    ખરગેને કહેવુ છે કે નરોડાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ આપતા ન ખચકાય- અમિત શાહ

    અમિત શાહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે ખરગેએ નિવેદન આપ્યુ હતુ કે કે રાજસ્થાન અને ગુજરાતને કાશ્મીર સાથે શું લેવા દેવા પરંતુ ખરગેને કહેવુ છે કે નરોડાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ આપતા ન ખચકાય.

  • 30 Apr 2024 09:27 PM (IST)

    અમદાવાદના નરોડાથી અમિત શાહની ગર્જના, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના રહેતો હતો કર્ફ્યૂ

    અમદાવાદના નરોડામાં અમિત શાહની સભા યોજાઈ જેમા તેમણે જણાવ્યુ કે આજે નરોડામાં 2 ચરણની ચૂંટણીના પરિણામો કહેવા માગુ છુ. 2 તબક્કામાં 100 સીટો પર આગળ ચાલી રહ્યા છીએ. મને વિશ્વાસ છે તમામ 25 સીટ પર કમળ ખીલશે અને ભાજપના ઉમેદવારો દિલ્હી પહોંચશે. શહેર હોય કે ગામ જંગલ હોય કે દરિયાકિનારો પહાડ હોય કે મેદાન દરેક જગ્યાએ વિકાસ પહોંચાડવાની શરૂઆત નરેન્દ્ર મોદીની સરકારમાં થઈ છે. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યુ રહેતો હતો. આજે જુવાનિયાને પૂછો તો ખબર જ ન હોય કર્ફ્યૂ એટલે શું. શાહે ઉમેર્યુ કે ગુજરાતને હુલ્લડ મુક્ત કરવાનુ કામ નરેન્દ્ર મોદીએ કર્યુ. બોંબ ધડાકા કરનારાઓ અને દેશવિરોધી તત્વોને શોધી શોધીને જેલમાં નાખવાનુ કામ નરેન્દ્ર મોદીની સરકારમાં થયુ અને દેશની સીમાઓને સુરક્ષિત કરવામાં આવી.

  • 30 Apr 2024 08:02 PM (IST)

    કચ્છમાં આવ્યો ભૂકંપ, તીવ્રતા 3.2ની નોંધાઈ

    કચ્છમાં આજે સાંજે 7.41 કલાકે ભૂકંપનો હળવો આંચકો આવ્યો છે. રિકટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિમી દૂર નોંધાયું છે.

  • 30 Apr 2024 07:15 PM (IST)

    અમિત શાહનો વીડિયો એડીટ કરીને વાયરલ કરવાના કેસમાં પકડાયેલા 2 આરોપી ત્રણ દિવસની રિમાન્ડ પર

    અમીત શાહનું ભાષણ એડિટ કરી વાયરલ કરવાનો મામલે પોલીસે ગુજરાતમાંથી બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના પીએ હોવાનું કહેવાય છે. જ્યારે બીજો આરોપી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પકડાયેલા બન્ને આરોપીઓ રાકેશ બારીયા, સતીષ વણસોલાને પોલીસે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટની કોર્ટે, પકડાયેલા બન્ને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

  • 30 Apr 2024 07:10 PM (IST)

    ખંભાતના ત્રણ ગામમાં ક્ષત્રિયોએ ભાજપના પ્રચારકોને ના ઘૂસવા દીધા

    આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ભૂવેલ ગામમાં પણ ભાજપાનો ભારે વિરોધ થયો હતો. લોકસભાના ભાજપના ઉમેદવારના કાર્યકરો પ્રચાર અર્થે પહોંચતા જ વિરોધ કરવામાં આવ્યો હતો. ગામના ક્ષત્રિય લોકોએ એકત્ર થઈને, ભાજપના પ્રચાર કરવા આવેલા કાર્યકરોનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખંભાત તાલુકામાં આજે ત્રણ ગામમાં ભાજપના પ્રચારકોનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખંભાતના ધુવારણ, કલમસર અને ભૂવેલ ગામમાં થયો વિરોધ થવા પામ્યો હતો.

  • 30 Apr 2024 06:22 PM (IST)

    ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા 5 મોટા સવાલ

    સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે, ED ને 5 પ્રશ્નો પુછ્યા હતા. જેમાં અરજદાર અને ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ સાથે જોડાયેલા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે પછી આ કેસની વધુ સુનાવણી આગામી શુક્રવારે હાથ ધરાશે.

  • 30 Apr 2024 06:10 PM (IST)

    ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તાએ જાહેર કર્યો સંદેશ- PMની સભા, રેલી, સંમેલનમાં વિરોધ કરવાથી દૂર રહેવું

    રાજપૂત સમાજની સંકલન સમિતિ દ્વારા સમાજ જોગ સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તાકીદ કરવામાં આવી છે કે, સમાજે કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉતર્યા વગર અહિંસક રીતે લોકશાહી ઢબે આંદોલન આગળ વધારવું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજા દ્વારા જાહેર કરાયેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાનની ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સંમેલન સ્થળોએ વિરોધ કરવાથી સમાજે દુર રહેવું. કેટલાક તત્વો આંદોલનની આડમાં કાંકરીચાળો કરીને તેમના બદઈરાદાઓ પાર પાડવાની ભીતિ સેવાઈ રહી છે. આંદોલનકારીઓએ સમાજને તોડવાના પ્રયત્નમાં લાગેલા તત્વોથી સાવધાન રહેવું.

  • 30 Apr 2024 05:57 PM (IST)

    PM મોદીની જાહેરસભા પહેલા અમિત શાહ ગાંધીનગરમાં, હર્ષ સંઘવી-ભાજપના આગેવાનો સાથે કરશે બેઠક

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગર આવી પહોચશે. અહીં,  તેઓ એક ખાનગી હોટલમાં બેઠકનું આયોજન કરશે. જેમા ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના સ્થાનિક આગેવાનો સાથે મળીને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા બેઠક અંગે વર્તમાન રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવશે. ક્ષત્રિય આંદોલન અને PM નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે.

  • 30 Apr 2024 05:53 PM (IST)

    દેશના 30 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ એરપોર્ટ પર હાઈ એલર્ટ

    વારાણસી એરપોર્ટના ડાયરેક્ટર પુનીત ગુપ્તાને સોમવારે મોકલવામાં આવેલા એક ઈમેલમાં લખ્યું છે કે, અમે તમામ 30 એરપોર્ટ પર બોમ્બ લગાવ્યા છે અને રિમોટનું બટન દબાવતા જ તે વિસ્ફોટ થઈ જશે. ઈમેલ મળ્યા બાદ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ મામલાની માહિતી આપતા CISF કમાન્ડન્ટ અજય કુમારે કહ્યું કે, એરપોર્ટના ઓફિશિયલ મેઈલ એકાઉન્ટ પર આ મેઈલ મળ્યો હતો. જેમાં વારાણસી સહિત દેશના 30 અલગ-અલગ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે પ્રાથમિક રીતે ચકાસણી કરતા આ કામ કોઈ પાગલ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અમે એરપોર્ટ સહિત આસપાસના તમામ વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે.

  • 30 Apr 2024 03:53 PM (IST)

    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

    BCCIએ T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઈની પસંદગી સમિતિએ ખેલાડીઓના નામોને મંજૂરી આપી દીધી છે.

    INDIA SQUAD T20 WORLD CUP

  • 30 Apr 2024 03:01 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 મે એ ભરશે ઉમેદવારી પત્ર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 મે એ ઉમેદવારી પત્ર ભરવાના છે.

  • 30 Apr 2024 02:52 PM (IST)

    આણંદ : કલમસર ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારનો વિરોધ કર્યો

    ગુજરાતભરમાં ચાલી રહેલા ક્ષત્રિયના વિરોધ લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે એક તરફ ક્ષત્રિયો સતત વિરોધ કરી રહ્યા છે બીજી તરફ ભાજપના નેતાઓ રુપાલા વતી માફી માંગી રહ્યા છે. આ વચ્ચે હવે આણંદના ઉમેદવાર મિતેશ પટેલ ક્ષત્રિયોના રોષનો ભોગ બન્યા હતા. ભાજપ ઉમેદવાર મિતેશ પટેલને ધુવારણ ગામમાં પ્રવેશતા ક્ષત્રિયોએ અટકાવી દીધા.

  • 30 Apr 2024 02:23 PM (IST)

    બનાસકાંઠા: ડીસામાં PM મોદીની યોજાશે જાહેરસભા

    બનાસકાંઠાના ડીસામાં PM મોદીની જાહેરસભા યોજાશે. પ્રદેશ અને જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ તેજ કરાઇ છે. પાટણ અને બનાસકાંઠાના ઉમેદવાર માટે પ્રચારસભા યોજાશે. પાટણથી ડીસા ખાતે 30 હજાર જેટલા લોકો જાહેરસભામાં આવશે. વિકાસના મુદ્દાઓ થકી મતદારોના મત મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. વાહનો અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

  • 30 Apr 2024 12:29 PM (IST)

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ પરીક્ષાની તારીખો કરી જાહેર

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વર્ગ 3 ની પરીક્ષા મોકૂફ કરાઈ હતી. ચૂંટણીના કારણે 20, 21, 27, 28 એપ્રિલ સહિત 4 અને 5 મેની પરીક્ષા રદ કરાઈ હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા માટે નવી તારીખો  જાહેર કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખો 11, 13,14,16,17 અને 20 મે ના રોજ યોજાશે. પરીક્ષા ચાર શિફ્ટમાં લેવામાં આવશે.

  • 30 Apr 2024 12:24 PM (IST)

    આણંદ: રખડતા શ્વાનનો આંતક યથાવત

    આણંદમાં રખડતા શ્વાનનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે. ઉમરેઠના સુરેલીમાં બે બાળકો પર શ્વાને હુમલો કર્યો છે. બાળકોને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડાયા છે. શ્વાન નાના પશુઓનું મારણ કરતા હોવાની પણ ફરિયાદ છે. રખડતા શ્વાન પકડવા ગ્રામજનોની માગ છે.

  • 30 Apr 2024 12:23 PM (IST)

    અમિત શાહના એડિટ વીડિયો કેસમાં બે લોકોની ધરપકડ

    અમિત શાહના વીડિયો એડિટ કરી વાયરલ કરવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી છે. એક આરોપી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો PA સતીશ વસાણી હોવાનું ખુલ્યું છે.  તો તો બીજો આરોપી AAPનો કાર્યકર આર.બી બારૈયા હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓએ પાલનપુર અને લીમખેડાની સભામાં વીડિયો એડિટ કરીને વાયરલ કર્યા હતા.

  • 30 Apr 2024 10:34 AM (IST)

    સુરત: આંતર રાજ્ય નેલ્લોર ગેંગનો સાગરીત પકડાયો

    સુરતમાં આંતર રાજ્ય નેલ્લોર ગેંગનો સાગરીત પકડાયો છે. આ ગેંગ કારના કાચ ગિલોલથી તોડી ચોરી કરતા હતા. મોપેડની ડીક્કી તોડી પૈસા અને બેગની ચોરી કરી હતી. આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના આરોપીઓ 63 ગુનામાં વોંટેડ છે. રૂ.3.30 લાખ રોકડ, મોબાઇલ,બાઇક,ગિલોલ સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

  • 30 Apr 2024 09:30 AM (IST)

    વડોદરાઃ સાંકરદા ભાદરવા રોડ પર અકસ્માતનો કેસ

    વડોદરામાં સાંકરદા ભાદરવા રોડ પર  ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં વધુ 2ના મોત થયા છે. સારવાર દરમિયાન વધુ બે લોકોના નિપજ્યા છે. અકસ્માતમાં મોતનો આંકડો 7 પર પહોંચ્યો છે. અકસ્માતમાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આણંદથી ભાદરવા બાબરી પ્રસંગે લોકો આવી રહ્યા હતા.

  • 30 Apr 2024 09:28 AM (IST)

    ત્રીજા તબક્કાના મતદાન પહેલાં આજે ગુજરાત આવશે અમિત શાહ

    ત્રીજા તબક્કાના મતદાન પહેલાં આજે અમિત શાહ ગુજરાત આવશે. અમદાવાદના નરોડામાં અમિત શાહ જનસભા કરશે. ભાજપના ઉમેદવારના સમર્થનમાં જનસભા ગજવશે. ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ માટે તે ચૂંટણી પ્રચાર કરશે. રાત્રે 8 કલાકે નરોડામાં જનસભાને સંબોધન શાહ કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જનસભામાં હાજર રહેશે.

  • 30 Apr 2024 08:46 AM (IST)

    ગોખલાણા ગામે 400થી વધુ લોકોને ફ્રુડ પોઈઝનિંગની અસર

    રાજકોટના જસદણના ગોખલાણા ગામે ખોરાકી ઝેરની અસર જોવા મળી રહી છે. 400થી વધુ લોકોને ફ્રુડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે. સાંજે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ  લોકોની તબિયત લથડવા લાગી હતી. ફ્રુડ પોઇઝનિંગની  ઘટનામાં બાળકોને સૌથી વધુ અસર થતી જોવા મળી. તમામને સરકારી હોસ્પિટલ તેમજ આસપાસની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

  • 30 Apr 2024 08:06 AM (IST)

    મહીસાગરઃ સંતરામપુર પાસે અકસ્માતમાં 3ના મોત

    મહીસાગરના સંતરામપુર પાસે અકસ્માતમાં 3ના મોત થયા છે. વડાતળાવ નજીક સ્કૂલ બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. આ ઘટનામાં એકનું ઘટનાસ્થળે મોત થયુ છે, તો બે લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. સ્કૂલ બસ સાથે હાઈવે પર બાઈક અથડાઈ હતી.

  • 30 Apr 2024 07:37 AM (IST)

    અમદાવાદ: એક જ પરિવારના ચાર સભ્યોનો આપઘાતનો પ્રયાસ

    અમદાવાદમાં એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ભુદરપુરા વિસ્તારમાં રહેતા પરિવારે સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો છે. વૃદ્ધ માતા, તેનો પુત્ર અને પુત્રી તથા પુત્રીના 6 વર્ષિય દિકરાએ નદીમાં ઝંપલાવ્યું હતુ. જમાઈના ત્રાસથી પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. એક કિન્નરે સમયસૂચકતાથી જાણ કરતા ચાર જીંદગીઓ બચી ગઇ છે. ઉંડા પાણીમાં ગરકાવ થાય તે પહેલા ફાયર બ્રિગેડે ચારેયનો બચાવી લીધા છે.

  • 30 Apr 2024 07:34 AM (IST)

    પતંજલિના દૃષ્ટિ આઇ ડ્રોપ સહિત આ 14 પ્રોડક્ટ પર પ્રતિબંધ લાગ્યો

    સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પતંજલિને ઉત્તરાખંડ સરકાર તરફથી પણ ઝટકો લાગ્યો છે. ઉત્તરાખંડ ડ્રગ કંટ્રોલ વિભાગની લાઇસન્સિંગ ઓથોરિટીએ પતંજલિની દિવ્યા ફાર્મસી કંપનીના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. ભ્રામક જાહેરાતના મામલામાં દિવ્યા ફાર્મસીના આ ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિવ્યા ફાર્મસીના જે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં શ્વાસરી ગોલ્ડ, શ્વાસરી વટી, દિવ્યા બ્રોનકોમ, શ્વસારી પ્રવાહી, શ્વાસરી અવલેહ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિત, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, લિવામૃત એડવાન્સ, લિવોગ્રિટ ગોલ્ડ, લિવોગ્રિટનો સમાવેશ થાય છે. અને પતંજલિ દૃષ્ટિ આઇ ડ્રોપ.

Published On - Apr 30,2024 7:32 AM

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">