Stock Price Prediction :રોકેટ બન્યો YES Bank નો શેર, મે મહિનામાં વધારે ઉચકાશે કે થશે ધડામ ? જાણો શું કહે છે ઇન્ડિકેટર રિસર્ચ
રોકાણકારોએ યસ બેન્કના શેરમાં હજુ પણ રોકાણ ચાલુ રાખવું જોઇએ કે નહીં, આજે અમે તમને કેટલાક ઇન્ડિકેટર દ્વારા એ સમજાવાની કોશિશ કરી રહ્યા છે કે YES Bank માં આગળ જતા શેર વધશે કે શેરના ભાવ ડાઉન જશે.

YES Bank Share Price: ખાનગી ક્ષેત્રની બેંક, યસ બેંકના શેરમાં આજે 29 એપ્રિલના રોજ ટ્રેડિંગ દરમિયાન 8 ટકાનો ઉછાળો આવ્યો હતો. બેન્કના શેરમાં આ વધારો માર્ચ ક્વાર્ટરના તેના ઉત્તમ પરિણામો બાદ આવ્યો છે. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર તેનો શેર રૂ. 27.50 પર ખૂલ્યો હતો અને છતાં થોડીવારમાં તે રૂ. 28.55ના સ્તરે પહોંચી ગયો હતો. ઈન્ટ્રાડેમાં બેન્કના શેરમાં 8 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. જ્યારે બીએસઈ પર યસ બેન્કના શેર રૂ. 28.10 પર ખુલ્યા હતા. સોમવારે BSE પર યસ બેન્કના શેર રૂ. 27.39ની આસપાસ ખૂલ્યા હતા અને ટ્રેડિંગ દરમિયાન રૂ. 28.50 જેટલા ઊંચા સ્તરે ગયા હતા. બપોરે 1 વાગ્યે લખાય છે ત્યારે યસ બેન્કનો શેર 4.75 ટકાના વધારા સાથે રૂ. 27.39 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

મહત્વની વાત એ છે કે રોકાણકારોએ યસ બેન્કના શેરમાં હજુ પણ રોકાણ ચાલુ રાખવું જોઇએ કે નહીં, આજે અમે તમને કેટલાક ઇન્ડિકેટર દ્વારા એ સમજાવાની કોશિશ કરશું કે ચાર્ટમાં જોઇ શકાય છે કે ટ્રાય એન્ગલ રેડ સિગ્નલ સેલનું ઇન્ડેકેશન આપી રહ્યું છે. જ્યારે ટ્રાય એંગલ ગ્રીન હોય ત્યારે બાયનો સંકેત મળે છે. આવી સ્થિતીમાં આ શેરમાં સેલિંગ વધવાની સંભાવના છે.

ત્રીજી મહત્વની બાબત છે ફાસ્ટ પરસન્ટેજ D લાઇન એટલે કે ચાર્ટમાં જે ગ્રીન કલરની લાઇન દેખાઇ રહી છે તે નીચે તરફ જઇ રહી છે , આ જોતા સ્પષ્ટ થાય છે કે આ શેરમાં સેલિંગ વધી શકે છે.ચોથી કંન્ડિશન એ છે કે મરુન કલરની દેખાતી લાઇન K લાઇન છે ફાસ્ટ K પરસન્ટેજ લાઇન એટલે કે ચાર્જમાં દેખાઇ છે તે રેડ લાઇન, આ લાઇન જ્યારે પણ D લાઇનને ક્રોસ કરીને નિચેની તરફ જાય છે ત્યારે તેમાં સેલિંગ વધવાની સંભાવના છે. આવી સ્થિતીમાં કહિ શકાય કે આવતા મહિના સુધીમાં શેરની કિંમતમાં ઘટાડો નોંધાશે.

ચાર્ટમાં જોઇ શકાય છે કે રેડ બાર બની રહી છે, જે આગળ જતા શેર લોકોના વેંચાણનો સંકેત આપી રહ્યા છે.

yes bank ની માર્કેટ કેપની વાત કરીએ તો Rs 78,709 કરોડ છે. શેર 32.8 રૂપિયા ઓલટાઇ હાઇ છે અને 14.1 રૂપિયા ઓલ ટાઇમ લો છે.સ્ટોકની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે.


































































