પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે ખ્યાતનામ શહેર

29 April 2024

મહાભારતનુ યુદ્ધ એ વિશ્વનું સૌથી ખતરનાક યુદ્ધ ગણાય છે. જેમાં માત્ર 18 દિવસમાં જ બંને સેનાઓના કરોડો યોદ્ધાઓ માર્યા ગયા હતા.

મહાભારતનું યુદ્ધ ટાળી શકાયુ હોત જો દૂર્યોધને એક સામાન્ય શર્ત માની લીધી હોત

આજે અમે આપને એ 5 ગામ વિશે જણાવશુ જે પાંડવોને આપવા માટે કૃષ્ણએ દૂર્યોધનને કહ્યુ હતુ પરંતુ દૂર્યોધન માન્યો નહીં

દૂર્યોધન અને શકુનીના ષડયંત્રને કારણે પાંડવોએ 12 વર્ષનો વનવાસ વેઠ્યો અને એ પુરો થતા તેમણે તેનો હક્ક માગ્યો

પાંડવોએ દૂર્યોધન સામે યુદ્ધ ટાળવા માટે પાંચ ગામ આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો

દિલ્હીથી 100 કિમી દૂર મેરઠના હસ્તિનાપુર સામ્રાજ્યની સીમા એ સમયે ગાંધાર (હાલનું અફઘાનિસ્તાન) સુધી ફેલાયેલી હતી.

પાંડવોનો પ્રસ્તાવ લઈને શ્રીકૃષ્ણ હસ્તિનાપુર ગયા હતા. એ સમયે ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહ, વિદુરે પણ પ્રસ્તાવ પર સહમતી દર્શાવી હતી.

જો કે દૂર્યોધને પ્રસ્તાવ ન સ્વીકાર્યો અને અહંકારથી કહ્યુ પાંચ ગામ તો છોડો સોઈના નાકા જેટલી જમીન પણ પાંડવોને નહીં આપુ

પાંડવોએ તેમના પ્રસ્તાવમાં જે પાંચ ગામ માગ્યા હતા તેમા ઈન્દ્રપ્રસ્થ, તિલપ્રસ્થ, વ્યાઘ્રપ્રસ્થ, સ્વર્ણપ્રસ્થ અને પાંડુપ્રસ્થનો સમાવેશ હતો.

આ પાંચ ગામોમાંથી 4 તો આજે નામી શહેર બની ગયા છે. પાંડુપ્રસ્થ હરિયાણાનું પાનીપત છે. જ્યાંની હેન્ડલુમ ઈન્ડસ્ટ્રી સમગ્ર વિશ્વમાં ફેમસ છે.

સ્વર્ણપ્રસ્થ એ હરિયાણાનું આજનું સોનીપત થઈ ગયુ છે. જે આજે ગુરુગ્રામ અને ફરીદાબાદને બાદ કરતા રિયલ એસ્ટેટનું સૌથી મોટુ હબ છે. 

વ્યાઘ્રપ્રસ્થનો અર્થ છે વાઘોને રહેવાનુ સ્થળ. જે દિલ્હીને અડીને આવેલા બાગપત શહેરનું મોટુ નામ છે. જે ઝડપથી ડેવલપ થઈ રહ્યુ છે. 

ઈન્દ્રપ્રસ્થ દિલ્હીમાં આવેલુ છે. જેને પાંડવોએ તેની રાજધાની બનાવ્યુ હતુ. 

તિલપ્રસ્થ હાલમાં ફરીદાબાદ જિલ્લાનો તિલપત કસ્બા છે. યમુના કિનારે વસેલો આ વિસ્તાર હાલ વિકસીત થઈ રહ્યો છે.