Stock Market : દિલ ખુશ કરી દે એવા સમાચાર ! મુકેશ અંબાણીની કંપની ડિવિડન્ડ આપવા જઈ રહી છે, જાણો ખાતામાં પૈસા ક્યારે આવશે?
મુકેશ અંબાણીની કંપની ટૂંક સમયમાં તેના રોકાણકારોને મોટી ભેટ આપી શકે છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે પણ મુકેશ અંબાણીની કંપનીના શેર છે, તો તમને જલ્દી જ ધનલાભ થશે.

મુકેશ અંબાણીની કંપની ટૂંક સમયમાં જ તેના રોકાણકારોને ડિવિડન્ડ આપી શકે છે. હવે સવાલ એ કે, મુકેશ અંબાણીની કંપની ડિવિડન્ડ આપવાની છે તો તે પૈસા ખાતામાં ક્યારે આવશે?

શુક્રવાર, 1 ઓગસ્ટના રોજ શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના શેરમાં વિપરીત અસર જોવા મળી હતી. કંપનીના શેર 1% વધીને 1403 રૂપિયાના ઇન્ટ્રાડે હાઇ પર પહોંચ્યા.

સવારે 10:07 વાગ્યા સુધીમાં આ શેર BSE પર 0.88% ના વધારા સાથે 1402.55 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ વધારાનું કારણ કંપની દ્વારા કરવામાં આવેલી ડિવિડન્ડની રેકોર્ડ ડેટ હોઈ શકે છે.

કંપનીએ જણાવ્યું છે કે, ડિવિડન્ડ મેળવવા માટેની રેકોર્ડ તારીખ 14 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. 14 ઓગસ્ટ સુધીમાં કંપનીના શેર રાખનારા રોકાણકારોને ડિવિડન્ડનો લાભ મળશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરના પરિણામો સાથે પ્રતિ શેર રૂ. 5.50 ના ડિવિડન્ડની જાહેરાત કરી. આ ડિવિડન્ડ રૂ. 10 ની ફેસ વેલ્યુવાળા દરેક ઇક્વિટી શેર પર ઉપલબ્ધ થશે.

નોંધનીય છે કે, ઓક્ટોબર 2024 માં કંપનીએ 1:1 બોનસ શેર જારી કર્યા હતા અને તે પછી આ ડિવિડન્ડ પહેલીવાર આપવામાં આવી રહ્યું છે. જો આ ડિવિડન્ડ રિલાયન્સની એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) માં પસાર થાય છે, તો તે AGM ના એક અઠવાડિયામાં ચૂકવવામાં આવશે.

BSE ના ડેટા અનુસાર, 2024 માં કંપનીએ રૂ. 10 નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું હતું. વર્ષ 2023 માં Jio Financial Services ના ડિમર્જર પછી ઓગસ્ટમાં રૂ. 9 નું ડિવિડન્ડ મળ્યું હતું. વર્ષ 2022 અને 2021 માં રોકાણકારોને પ્રતિ શેર અનુક્રમે રૂ. 8 અને રૂ. 7 ડિવિડન્ડ મળ્યું.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
