કાનુની સવાલ: લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગે કિન્નર વધારે પૈસા માંગે તો શું કાયદો છે? જાણો ભારતીય કાનુન શું કહે છે
લગ્ન પ્રસંગ કે બાળક જન્મ જેવા પ્રસંગે કિન્નર (ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ) દ્વારા વધારે પૈસા માટે દબાણ કે ધમકી આપવામાં આવે તો ભારતીય કાયદામાં તેની સામે વ્યવસ્થા ઉપલબ્ધ છે. ભારતીય કાયદો શું કહે છે, તે સરળ ભાષામાં સમજીએ.

આપણે ખબર છે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કિન્નર લોકો ઘરે આવીને દાન કે દક્ષિણા માંગતા હોય છે. અમુક વાર યજમાન સામે ચાલીને ખુશીથી આપી દેતા હોય છે. પણ ક્યારેક કિન્નરો રુપિયાની લાલચમાં આવીને વધુ માંગણી કરી લેતા હોય છે. તેઓ યજમાનને મુશ્કેલીમાં મુકી દેતા હોય છે. તો આવું ના બને એ માટે ભારતીય કાયદો છે. આ કાયદો આવી ઘટનાથી રાહત આપે છે.

ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, 2019 આ કાયદા મુજબ જબરદસ્તીથી માગવું, પૈસા ઉઘરાવવું કે ધમકી આપવી ગેરકાયદેસર છે. કલમ 18 મુજબ જો કોઈ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ ડર બતાવી કે અપમાન કરીને અથવા દબાણથી પૈસા લે તો તેને 6 મહિના થી 2 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. એટલે કે કાયદો ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારોની રક્ષા કરે છે, પણ જબરદસ્તી કે હેરાનગતિને મંજૂરી આપતો નથી.

IPC (ભારતીય દંડ સંહિતા) લાગુ પડે છે: જો પૈસા માટે દબાણ થાય તો નીચેની કલમો લાગુ થઈ શકે છે: કલમ 383 – ખંડણી (Extortion) ડર બતાવી પૈસા લેવો ગુનો છે. કલમ 503 – ગુનાહિત ધમકી (Criminal Intimidation) “શાપ આપશું”, “નુકસાન કરીશું” જેવી ધમકી આપવી ગુનો છે.

કલમ 294 મુજબ અશ્લીલ વર્તન જેમ કે જાહેરમાં ગાળો, અશ્લીલ હરકતો કરવી ગુનો છે. કલમ 268 મુજબ જાહેર ઉપદ્રવ (Public Nuisance) કે પ્રસંગમાં અવ્યવસ્થા ફેલાવવી પણ ગુનો ગણાય છે.

પોલીસમાં ફરિયાદ કરી શકાય?: હા, ચોક્કસ. 112 પર કોલ કરી શકાય છે. નજીકની પોલીસ ચોકીમાં લેખિત ફરિયાદ આપી શકાય છે. CCTV કે સાક્ષીઓ હોય તો મદદરૂપ બને છે.

મહત્વપૂર્ણ વાત: સન્માનપૂર્વક દાન આપવું તમારી મરજી છે. પણ દબાણ, ધમકી કે જબરદસ્તી સહન કરવું એ જરુરી નથી. કાયદો સામાન્ય નાગરિક અને ટ્રાન્સજેન્ડર બંનેને સમાન રીતે જુએ છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
