થિયેટરમાં કઈ સીટ છે બેસ્ટ? હવે ફિલ્મ જોવાનો આનંદ થશે બમણો, જાણો સીટ પસંદ કરવાનું વિજ્ઞાન
ફિલ્મ જોવાની સાચી મજા ત્યારે જ આવે જ્યારે તમે થિયેટરમાં યોગ્ય જગ્યાએ બેઠા હોવ. ઘણીવાર આપણે ગમે તે સીટ બુક કરી લઈએ છીએ, પણ ખોટી સીટને કારણે કાં તો ગરદનનો દુખાવો થાય છે અથવા ફિલ્મ જોવાનો અનુભવ બગડી જાય છે. પણ શું તમે જાણો છો કે બેસ્ટ અનુભવ માટે થિયેટરમાં કઈ સીટ પસંદ કરવી જોઈએ તે નક્કી કરવા પાછળ પણ એક વિજ્ઞાન છે? ચાલો જાણીએ સીટ પસંદ કરવાની એ ખાસ ટ્રિક વિશે, જે તમારી ફિલ્મ જોવાની મજા બમણી કરી દેશે.

ફિલ્મ જોવાનો સાચો આનંદ માત્ર સારી સ્ટોરી કે અદ્ભુત એક્ટિંગથી જ નહીં, પરંતુ થિયેટરમાં તમે કઈ સીટ પર બેસો છો તેના પર આધાર રાખે છે. ઘણી વખત ખોટી સીટ પસંદ કરવાથી ફિલ્મનો અનુભવ બગડી જાય છે. તો ચાલો જાણીએ કે થિયેટરમાં કઈ સીટ સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

સીટ પસંદગી પાછળ વૈજ્ઞાનિક કારણ - ફિલ્મ થિયેટરમાં બેઠક પસંદ કરવી માત્ર પસંદગીનો મુદ્દો નથી. ‘સોસાયટી ઓફ મોશન પિક્ચર એન્ડ ટેલિવિઝન એન્જિનિયર્સ’ના અભ્યાસ અનુસાર, આંખો અને કાન માટે યોગ્ય ખૂણો અને અંતર ફિલ્મનો બેસ્ટ અનુભવ આપે છે.

પાછળની સીટ -ઘણા દર્શકો પાછળ બેસવાનું પસંદ કરે છે, પરંતુ અહીંથી સ્ક્રીન થોડી નાની દેખાય છે અને અવાજની અસર પણ ઓછી થઈ શકે છે.

આગળની સીટ - આગળની સીટ સામાન્ય રીતે સસ્તી હોય છે, પરંતુ અહીંથી સ્ક્રીન બહુ નજીક હોવાથી ગરદનો દુખાવો થઈ શકે છે અને લાંબા સમય સુધી ફિલ્મ જોવામાં તફલીક પડી શકે છે.

ખૂણાની સીટ - ખૂણાની સીટ યુગલોને ગમતી હોય છે, પરંતુ ડાબી કે જમણી બાજુની અતિશય સીટથી સ્ક્રીન ત્રાંસી દેખાય છે.

તો કઈ સીટ છે બેસ્ટ? - અભ્યાસ મુજબ, થિયેટરની બેસ્ટ સીટ એ છે જે સ્ક્રીનથી લઈને પાછળની દિવાલ સુધીના અંતરના લગભગ બે-તૃતીયાંશ (2/3) ભાગે હોય. એટલે કે, જો થિયેટરની લંબાઈ 30 મીટર હોય, તો સ્ક્રીનથી આશરે 20 મીટર દૂરની મધ્યની સીટ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

યોગ્ય સીટ પસંદ કરવાથી દૃશ્ય અને અવાજ બંનેનો સંતુલિત આનંદ મળે છે અને ફિલ્મ જોવાનો અનુભવ યાદગાર બની જાય છે.
આ પણ વાંચો - ભારતનું એક અનોખું ગામ….જ્યાં કોઈના ઘરમાં ચૂલો કે રસોડું નથી, છતાં ગામના લોકો કેમ સાથે જ જમે છે?
