Stock Market: લિસ્ટિંગ પહેલા જ થઈ ગઈ મોટી ભવિષ્યવાણી ! આ શેર ₹3,000 ને પાર જશે, જેને IPO એલોટ થશે; એની તો લોટરી લાગી જશે
લિસ્ટિંગ પહેલા જ આ IPO અંગે મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. કહેવાય છે કે, જેને IPO એલોટ થશે, તેમના માટે આ શેર લોટરી સાબિત થઈ શકે છે અને લિસ્ટિંગ બાદ તેની કિંમત વધુ ઊંચી જઈ શકે છે.

સ્થાનિક બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલે લિસ્ટિંગ પહેલા જ ICICI પ્રુડેન્શિયલ AMC ને લઈને મોટી વાત કરી દીધી છે. આ સ્ટોક શુક્રવાર, 19 ડિસેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાનો છે.

એવામાં બ્રોકરેજે જણાવ્યું હતું કે, કંપની એસેટ મેનેજમેન્ટ સેક્ટરમાં મજબૂત હાજરી ધરાવે છે અને તેના મજબૂત ફંડામેન્ટલ્સ સ્ટોક પર તેના સકારાત્મક સેન્ટિમેન્ટમાં ફાળો આપી રહ્યા છે. બજાર પણ સ્ટોકના લિસ્ટિંગ અંગે સકારાત્મક છે અને ગ્રે માર્કેટ પ્રીમિયમ સતત વધી રહ્યું છે.

પીએલ કેપિટલ ICICI પ્રુડેન્શિયલ AMC ના શેર પર 'બાય' રેટિંગ ધરાવે છે અને તેની ટાર્ગેટ પ્રાઇઝ પ્રતિ શેર ₹3,000 છે. ઇશ્યૂ માટે અપર પ્રાઇઝ બેન્ડ ₹2165 રાખવામાં આવી છે. આનો અર્થ એ થયો કે, શેર ઇશ્યૂ કિંમતથી આશરે 39% વધવાની ધારણા છે.

બ્રોકરેજ કહે છે કે, કંપનીના મજબૂત પ્રદર્શનને કારણે તેનો બિઝનેસ આઉટલૂક મજબૂત છે. નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ 8 મહિનામાં, ICICI પ્રુડેન્શિયલ AMC એ તમામ AMCs માં સૌથી વધુ 17.5% નો નેટ ઇક્વિટી ફ્લો માર્કેટ શેર હાંસલ કર્યો છે. આ ઉપરાંત, ICICI બેંકના ક્લોઝ્ડ ડિસ્ટ્રિબ્યુશન આર્કિટેક્ચરના કારણે ICICI પ્રુડેન્શિયલ AMCની લગભગ 73.7% મ્યુચ્યુઅલ ફંડ વેચાણ ICICI બેંક મારફતે થાય છે.

₹10,603 કરોડનો ICICI પ્રુડેન્શિયલ AMC IPO 12 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. કંપનીએ પ્રતિ શેર ₹2,061 થી ₹2,165 ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી હતી. આ ઇશ્યૂને જોરદાર રિસ્પોન્સ મળ્યો. અનલિસ્ટેડ માર્કેટ રિપોર્ટ્સ અનુસાર, ICICI પ્રુડેન્શિયલ AMCના શેર પ્રતિ શેર ₹360 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.

એક વાતનું ધ્યાન રાખો કે, ગ્રે માર્કેટ પ્રીમિયમ અનિશ્ચિત હોય છે, તેમાં ઝડપી ઉતાર-ચઢાવ શક્ય છે અને વાસ્તવિક લિસ્ટિંગ કિંમત GMPથી અલગ પણ હોઈ શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
