AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Purity Test: દૂધમાં પાણીની ભેળસેળ છે કે નહીં? ડેરીવાળાની પોલ ઘરે બેઠા મિનિટોમાં આ રીતે ખોલો

શું તમારા ઘરે આવતું દૂધ પણ પાતળું લાગે છે? દૂધમાં પાણી મેળવ્યું છે કે નહીં તે જાણવા માટે કોઈ મશીન કે લેબની જરૂર નથી, ઘરે બેઠા આ સરળ દેશી ઉપાયોથી કરો શુદ્ધતાની તપાસ.

| Updated on: Aug 15, 2026 | 9:20 PM
Share
દૂધ એક એવી વસ્તુ છે જે મોટાભાગના ઘરોમાં દરરોજ આવે છે. મોટા શહેરોમાં લોકો પેકેટવાળું દૂધ ખરીદે છે, પરંતુ નાના શહેરો અને ગામડાઓમાં આજે પણ દૂધવાળા ભાઈ જ ઘરે દૂધ પહોંચાડવા આવે છે. સામાન્ય રીતે આ દૂધ ખૂબ સ્વાદિષ્ટ અને ઘટ્ટ હોય છે, પરંતુ ઘણીવાર તે પાતળું લાગે છે. આવા સમયે મનમાં સવાલ જરૂર થાય છે કે આપણે જે દૂધના પૂરા પૈસા ચૂકવીએ છીએ, તેમાં ક્યાંક પાણી તો નથી મેળવવામાં આવ્યું ને? વાસ્તવમાં, ઘણા દૂધવાળાઓ દૂધનું પ્રમાણ અને વજન વધારવા માટે તેમાં પાણી ઉમેરી દેતા હોય છે.

1 / 6
દૂધ દેખાવમાં સાવ સામાન્ય લાગે છે, તેથી માત્ર જોઈને પાણીની ભેળસેળ પકડવી મુશ્કેલ છે. જો તમે પણ તમારા દૂધની શુદ્ધતા ચકાસવા માંગતા હોવ, તો આ સરળ ઘરેલુ રીતો જાણી લો:

2 / 6
દૂધના ટીપાંથી કરો સરળ ટેસ્ટ: દૂધમાં પાણીની ભેળસેળ તપાસવાનો સૌથી સરળ રસ્તો છે કોઈ કાચની સ્લાઇડ અથવા એકદમ લીસી અને ઢાળવાળી સપાટી પર દૂધનું એક ટીપું મૂકવું. ટીપાંને ધીમે-ધીમે નીચે તરફ વહેવા દો. જો દૂધ એકદમ ઝડપથી નીચે સરકી જાય અને પાછળ કોઈ ખાસ સફેદ નિશાન ન છોડે, તો તેમાં પાણીનું પ્રમાણ વધારે હોઈ શકે છે. જો દૂધ શુદ્ધ અને ઘટ્ટ હશે તો તે ધીમે-ધીમે વહેશે અને પાછળ એક સફેદ લસરકો (નિશાન) છોડશે.

3 / 6
દૂધ ઉકાળીને મલાઈનું ટેક્સચર જુઓ: દૂધને યોગ્ય રીતે ઉકાળ્યા પછી ઠંડું થવા દો અને ત્યારબાદ તેની ઉપર જામતી મલાઈનું અવલોકન કરો. સામાન્ય રીતે દૂધ પર જામતી મલાઈ તેના ફેટ અને ગુણવત્તા પર આધાર રાખે છે. જો દૂધ ખૂબ પાતળું હોય અને મલાઈ સાવ નહિવત બને, તો તે પાણીની ભેળસેળ હોવાનો સંકેત છે. જોકે, મલાઈનું પ્રમાણ માત્ર પાણી પર જ નહીં પણ દૂધના પ્રકાર, ફેટની માત્રા અને ઉકાળવાની રીત પર પણ આધાર રાખે છે.

4 / 6
આંગળી અથવા હથેળીનો ટેસ્ટ: ઘણા લોકો આંગળી પર દૂધનું ટીપું લગાવીને તેના ચીકાશ અને જાડાઈને ચકાસવાની સલાહ આપે છે. પરંતુ આ પદ્ધતિથી પાણીની ભેળસેળની સો ટકા પુષ્ટિ કરી શકાતી નથી, કારણ કે દૂધનો ઘટ્ટપણાનો આધાર પ્રોટીન અને ફેટ પર પણ હોય છે. તેથી આવા દેશી નુસખાઓને માત્ર એક પ્રાથમિક સંકેત ગણવો, પાકો પુરાવો નહીં.

5 / 6
માત્ર પાણી જ નહીં, બીજી પણ ભેળસેળ હોઈ શકે છે: દૂધમાં માત્ર પાણી મેળવવું એ જ એકમાત્ર સમસ્યા નથી. ઘણીવાર દૂધમાં સ્ટાર્ચ, ડિટર્જન્ટ કે અન્ય કેમિકલ્સની ભેળસેળ પણ સામે આવતી હોય છે. આવી ભેળસેળ માત્ર જોઈને કે ચાખીને પારખવી અઘરી બને છે. જો દૂધનો સ્વાદ, ગંધ કે રંગ સામાન્ય કરતાં અલગ કે વિચિત્ર લાગે, તો તેવું દૂધ પીવાનું ટાળવું જ હિતાવહ છે.

6 / 6

ડિસ્ક્લેમર:

આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

રેસ્ટોરન્ટમાં જમતા પહેલાં આ 4 બાબતોનું રાખો ખાસ ધ્યાન: મહારાષ્ટ્ર FDA ચીફ તુકારામ મુંઢેએ આપી મહત્વની સલાહ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">