AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેસ્ટોરન્ટમાં જમતા પહેલાં આ 4 બાબતોનું રાખો ખાસ ધ્યાન: મહારાષ્ટ્ર FDA ચીફ તુકારામ મુંઢેએ આપી મહત્વની સલાહ

બહાર જમતી વખતે માત્ર સ્વાદ નહીં પણ ફૂડ સેફ્ટી પણ એટલી જ જરૂરી છે. જાણો મહારાષ્ટ્ર FDA કમિશનરે ગ્રાહકોને કઈ 4 મહત્વની બાબતો તપાસવા અપીલ કરી છે.

રેસ્ટોરન્ટમાં જમતા પહેલાં આ 4 બાબતોનું રાખો ખાસ ધ્યાન: મહારાષ્ટ્ર FDA ચીફ તુકારામ મુંઢેએ આપી મહત્વની સલાહ
| Updated on: Aug 15, 2026 | 6:06 PM
Share

બહાર હોટલ કે રેસ્ટોરન્ટમાં જમતી વખતે માત્ર સ્વાદ પર ધ્યાન આપવું પૂરતું નથી, પરંતુ ફૂડ સેફ્ટીની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢેએ ગ્રાહકો માટે 4 સરળ અને મહત્વના નિયમો જણાવ્યા છે, જેનાથી બહાર ખાતી વખતે બીમારી અને ફૂડ પોઈઝનિંગનું જોખમ ટાળી શકાય છે.

જો તમે પણ બહાર જમવા જઈ રહ્યા હોવ, તો માત્ર સ્વાદ જોઈને ઓર્ડર કરવાને બદલે આ બાબતો પર ચોક્કસ નજર નાખો:

  • 1. સૌથી પહેલાં સ્વચ્છતા તપાસો

કોઈપણ રેસ્ટોરન્ટ કે ખાણીપીણીની દુકાને પહોંચતા જ સૌથી પહેલાં ત્યાંની સ્વચ્છતા પર નજર કરવી જોઈએ. ડાઇનિંગ ટેબલ, રસોડું (કિચન) અને આસપાસની જગ્યા સાફ છે કે નહીં તે ચકાસવું જરૂરી છે. ગંદકી અને યોગ્ય સફાઈના અભાવે ખોરાકમાં બેક્ટેરિયા અને જીવાણુઓ ફેલાઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની જાય છે.

  • 2. FSSAI લાયસન્સ ચોક્કસ ચેક કરો

જમતા પહેલાં એ પણ તપાસો કે રેસ્ટોરન્ટ કે ફૂડ આઉટલેટ પાસે FSSAI નું માન્ય લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન છે કે નહીં. ફૂડ બિઝનેસ ચલાવતા તમામ એકમો માટે આ નંબર ગ્રાહકોને દેખાય તે રીતે લગાવવો ફરજિયાત છે. ગ્રાહકો FSSAI ની ડિજિટલ સુવિધા દ્વારા લાયસન્સ નંબરની ખરાઈ પણ કરી શકે છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી ડિસ્પ્લે બોર્ડ પણ હોવું જોઈએ.

  • 3. વધુ પડતું મીઠું, ખાંડ અને ફેટવાળો ખોરાક ઓછો ખાવો

કમિશનર તુકારામ મુંઢેએ વધુ પડતા તેલ-ઘી (ફેટ), મીઠું અને ખાંડવાળા ખોરાક બાબતે પણ સાવચેતી રાખવાની સલાહ આપી છે. આવા ખોરાકનો રોજિંદો અથવા વધુ પડતો વપરાશ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

  • 4. ઉંમર અને સ્વાસ્થ્ય મુજબ ખોરાકની પસંદગી કરો

દરેક ઉંમરે શરીરની પોષક જરૂરિયાતો અલગ-અલગ હોય છે. તેથી માત્ર સ્વાદ ખાતર ગમે તે ખાવાને બદલે પોતાની ઉંમર, પાચનક્ષમતા અને ડાયેટની જરૂરિયાત મુજબ જ સમજી-વિચારીને ઓર્ડર કરવો જોઈએ.

મહારાષ્ટ્રમાં ફૂડ સેફ્ટી પર વધતી કડકાઈ

મહારાષ્ટ્રમાં FDA હાલમાં રેસ્ટોરન્ટ્સ, ગોડાઉન્સ અને ક્વિક-કોમર્સ કંપનીઓના સ્ટોરેજ કેન્દ્રો પર કડક તપાસ ચલાવી રહ્યું છે. 14 ઓગસ્ટના રોજ વિભાગે 86 ક્વિક-કોમર્સ ઠેકાણાઓ પર તપાસ હાથ ધરી હતી, જેમાંથી 60 એકમોને સુધારા માટે નોટિસ ફટકારવામાં આવી છે અને 12 ગોડાઉનના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે. કેટલીક જગ્યાએ વંદાઓ, ઉંદરોની ગંદકી, સડેલા શાકભાજી અને સામાનનો અયોગ્ય સંગ્રહ જેવી ગંભીર ક્ષતિઓ પણ સામે આવી હતી.

‘સ્ટાફ છું…’ તો શું થયું? રેલવે કર્મચારી પણ નથી કરી શકતા ફ્રી મુસાફરી, જાણો શું કહે છે નિયમો

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">