Stock Market : ‘LG Electronics’ નો IPO સુપરહિટ ! રોકાણકારો તૂટી પડ્યા, પહેલા જ દિવસે મળ્યો ગજબનો રિસ્પોન્સ
LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાનો IPO રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ બનાવી રહ્યો છે. વાત એમ છે કે, પહેલા દિવસે જ IPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો છે.

દક્ષિણ કોરિયન દિગ્ગજ LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના IPO ને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાનો આ પબ્લિક ઇશ્યૂ ₹11,607 કરોડનો છે. મંગળવારે એટલે કે 07 ઓક્ટોબરના રોજ IPO લોન્ચના પહેલા દિવસે જ તે સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો છે.

નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) તરફથી મજબૂત ટેકો અને 24% નું દમદાર ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રોકાણકારોનો ઉત્સાહ દર્શાવે છે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે. આમાં, કોરિયન પેરેન્ટ LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ક. 101.8 મિલિયન શેર વેચી રહી છે. 9 ઓક્ટોબરે બંધ થનારા આ IPO ને પહેલા દિવસની સાંજ સુધીમાં 1.04 ગણી બોલી મળી હતી. NII એ તેમના હિસ્સાની 2.31 ગણી બોલી લગાવી હતી. રીટેલ રોકાણકારોએ 81% અને QIBs એ 49% સબસ્ક્રાઇબ કર્યું છે.

LG ઇલેક્ટ્રોનિક્સના IPO માટેની પ્રાઇસ બેન્ડ ₹1,080 થી ₹1,140 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. રીટેલ રોકાણકારો ₹2 લાખ સુધીના શેર ખરીદી શકે છે. જો કે, હાઇ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ (HNIs) અને ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારો માટે એલોકેશન લિમિટ વધારે છે.

IPO ની ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) લગભગ 24% છે. અનઓફિશિયલ માર્કેટમાં શેર લગભગ ₹1,410 પર ટ્રેડ થઈ રહ્યા છે, જે સારું લિસ્ટિંગ થશે તેવું દર્શાવે છે.

લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ અંશુલ જૈને જણાવ્યું હતું કે, "એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ પાસે મજબૂત પકડ છે અને ફાઇનાન્સિયલ પર્ફોમન્સ પણ શાનદાર છે. રોકાણકારોએ લાંબાગાળાના ઉદ્દેશ્ય સાથે આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવું જોઈએ."

બીપી ઇક્વિટીઝે પણ આ ઇશ્યૂમાં રોકાણ કરવાની ભલામણ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, "કંપનીએ તેના સ્પર્ધકોની તુલનામાં વધારે નફો અને મજબૂત રિટર્ન રેશિયો દર્શાવ્યો છે, જે તેના બિઝનેસ મોડેલની સફળતા છે."

આ IPO માટે સબ્સ્ક્રિપ્શન 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે. શેર એલોકેશન 10 ઓક્ટોબરના રોજ થશે તેવી આશા છે. 14 ઓક્ટોબરના રોજ BSE અને NSE બંને પર સ્ટોક લિસ્ટ થવાની અપેક્ષા છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
