Gold Silver Rate: ‘ઓલ ટાઈમ હાઈ’! સોનાનું તગડું કમબેક અને ચાંદીએ તો લાંબી છલાંગ મારી
મંગળવારે બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકા-ભારત ટેરિફ વિવાદને વચ્ચે રોકાણકારોએ સુરક્ષિત રોકાણ તરીકે સોનાને પસંદ કર્યું છે.

મંગળવાર, 26 ઓગસ્ટના રોજ બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નબળા રૂપિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત ટ્રેન્ડ વચ્ચે દિલ્હી બુલિયન બજારમાં સોનું 600 રૂપિયા ઉછળીને 1,00,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું.

સોમવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 1,00,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયું હતું, જે મંગળવારે વધીને 1,00,770 રૂપિયા થયું હતું. બીજું કે, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 500 રૂપિયા વધીને 1,00,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું, જે સોમવારે 99,900 રૂપિયા હતું.

આ સિવાય ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો થયો હતો. ચાંદીમાં 3000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે જ ફરી એકવાર ચાંદી 1,18,000 રૂપિયા પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ. સોમવારે ચાંદી 1,15,000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.

HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સોમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કૂકને દૂર કરવાના નિર્ણય પછી રોકાણકારોની કેન્દ્રીય બેંકની સ્વતંત્રતા અંગે ચિંતા વધી ગઈ છે.

સ્થાનિક બજારોમાં નબળાઈ અને ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લાદવાની નવી જાહેરાતને કારણે મંગળવારે રૂપિયો પણ ઘટ્યો હતો. રૂપિયો 12 પૈસા ઘટીને 87.68 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

ન્યૂ યોર્કમાં સ્પોટ ગોલ્ડ 0.37 ટકા વધીને 3,378.37 યુએસ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જો કે, સ્પોટ સિલ્વર 0.21 ટકા ઘટીને US$38.48 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.

અહેવાલો અનુસાર, ચીન અને તુર્કી જેવા દેશો સતત સોનાના ભંડારમાં વધારો કરી રહ્યા છે. આનાથી સોનાના ભાવને પણ ટેકો મળી રહ્યો છે. હવે રોકાણકારો અમેરિકાના મહત્વપૂર્ણ આર્થિક ડેટા પર નજર રાખશે, જે ફેડરલ રિઝર્વના આગામી વ્યાજ દરની દિશા નક્કી કરી શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
