આ પહેલા પણ ભારતમાં આવી ચુક્યા છે અનેક વાવાઝોડા, જાણો આ વર્ષે આવેલા મોટા સાઈક્લોન વિશે
ચક્રવાત મિચોંગ બંગાળની ખાડીમાં સક્રિય થયું છે, પરંતુ તેની અસર ચેન્નાઈ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં દેખાઈ રહી છે. ભારે વરસાદના કારણે જનજીવન પર ભારે અસર થઈ રહી છે. વર્ષનું આ છઠ્ઠું વાવાઝોડુ છે, જેને મિચોંગ નામ આપવામાં આવ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો, મોટાભાગના ચક્રવાત ભારતીય ઉપખંડમાં આવે છે.

ચક્રવાત મિચોંગ બંગાળની ખાડીથી આગળ વધી રહ્યું છે, પરંતુ તેની અસર ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા લાગી છે. ખાસ કરીને ચેન્નાઈ, તમિલનાડુ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને રસ્તાઓ પર બોટ ચલાવીને જવુ પડી રહ્યું છે.

ચક્રવાત મિચોંગ બંગાળની ખાડીમાં સક્રિય થયું છે, જે આંધ્ર પ્રદેશના દરિયા કિનારે ટકરાશે. નંબરની રીતે જોઈએ તો, હિંદ મહાસાગરમાંથી બનતા વાવાઝોડામાં આ વર્ષે આ પ્રકારનું છઠ્ઠું વાવાઝોડુ છે, જેને મિચોંગ નામ આપવામાં આવ્યું છે.

જો વિશ્વના વાવાઝોડા વિશે વાત કરીએ તો NDMA ડેટા અનુસાર 1737માં આવેલા વાવાઝોડાની સૌથી વધુ અસર બંગાળના હુગલીમાં જોવા મળી હતી, જેમાં 3 લાખ જેટલા લોકોના મોત થયા હતા. આ સિવાય 1876માં બાંગ્લાદેશમાં આવેલા વાવાઝોડામાં 2.5 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો. 1881માં ચીનમાં આવું જ એક વાવાઝોડું આવ્યું હતું, જેમાં અંદાજીત ત્રણ લાખ લોકોને જીવ ગુમાવ્યો હતો.

વિશ્વ હવામાન સંસ્થાના ધોરણો અનુસાર, આ નામ એવા ચક્રવાતને આપવામાં આવ્યું છે જેની ઝડપ 65 કિમી પ્રતિ કલાકથી વધુ હોય છે. આ સ્પીડના હિસાબે નક્કી થાય છે કે કયું ચક્રવાત કેટલું ખતરનાક છે.

આ વર્ષની શરૂઆતમાં મે મહિનામાં મોચા, જૂનમાં બિપરજોય, ઓક્ટોબરમાં તેજ અને હમૂન, નવેમ્બરમાં મિધિલી અને હવે મિચોંગ વાવાઝોડુ આવ્યું છે. ભારતીય ઉપખંડમાં ત્રાટકેલા મોટા 23 વાવાઝોડાઓમાંથી લગભગ 21 તોફાનો ભારત સાથે ટકરાયા અને નુકસાન પણ કર્યું છે.

ચક્રવાત મિચોંગ વર્ષ 2023માં બંગાળની ખાડીમાં સર્જાયેલું ચોથું અને હિંદ મહાસાગરમાં છઠ્ઠું વાવાઝોડું છે. મ્યાનમારે આ તોફાનને મિચોંગ નામ આપ્યું છે, જેનો અર્થ છે તાકાત અને લચીલાપણ. આ ખતરો કેટલો મોટો બની ગયો છે.
