Tips And Tricks: ‘સફેદ બૂટ’ પીળા પડી ગયા? આ ઘરેલું ઉપાય અજમાવો અને જુઓ, બૂટ દૂધ જેવા સફેદ થઈ જશે!
સફેદ બૂટ સામાન્ય રીતે દરેક વ્યક્તિની પહેલી પસંદ હોય છે. જો કે, તેને સાફ કરવા એ એક મુશ્કેલી છે. જો તમારી પાસે સફેદ બૂટ છે અને તે પીળા પડી ગયા છે, તો તેને ચમકાવવા માટે આ પદ્ધતિને ફોલો કરો.

સફેદ બૂટ સ્ટાઇલિશ અને ક્લાસી લાગે છે. બીજું કે, તે કોઈપણ ડ્રેસ સાથે મેચ થઈ જાય છે. જો કે, સફેદ બૂટ સાફ કરવા એ એક મોટો પડકાર છે. શરૂઆતમાં તો તે ચમકતા હોય છે પરંતુ ધીમે ધીમે તેનો રંગ પીળો થવા લાગે છે, જે તેના દેખાવને બગાડે છે. તમે તેને ગમે તેમ ઘસો, તે સાફ તો થઈ જાય છે પરંતુ તેમાં રહેલ પીળાશ દૂર થતી નથી.

આ જ કારણ છે કે, ઘણા લોકો સફેદ બૂટ ખરીદવામાં ખચકાટ અનુભવે છે. જો તમે સફેદ બૂટ પહેરો છો અને તેને ફરીથી નવા ચમકાવવા માંગો છો, તો તમારે આ પદ્ધતિનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ.

સફેદ બૂટને ફરીથી ચમકાવવા માટે ડીશવોશિંગ લિક્વિડ એક બેસ્ટ ઓપ્શન છે. આનો ઉપયોગ કરવા માટે ડીશવોશિંગ લિક્વિડને એક કપ ગરમ પાણીમાં મિક્સ કરો. આ પછી, તેને જૂના ટૂથબ્રશ અથવા કપડાથી બૂટ પર લગાવો અને ઘસો. તમે ધીમે ધીમે બધા ડાઘ અને પીળાશ દૂર થતા જોશો. આ હેક ફક્ત સફેદ બૂટ માટે જ નથી પરંતુ તમામ પ્રકારના બૂટ સાફ કરવા માટે છે.

જો તમારા સફેદ બૂટ પીળા પડી ગયા હોય, તો બેકિંગ સોડા અને વિનેગર તેને ચમકાવવામાં તમારી મદદ કરશે. ફક્ત એક કપ પાણી લો અને તેમાં એક ચમચી વિનેગર તેમજ બેકિંગ સોડા પાવડર ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરો અને સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરો. થોડા સમય સુધી સ્ક્રબ કર્યા પછી બૂટને સુકાવા મૂકી દો. થોડા સમય પછી ફરીથી સ્ક્રબ કરો અને પાણીથી સાફ કરી દો.

આ સિવાય ટૂથપેસ્ટ પણ તમારા બૂટને ચમકાવી શકે છે. આનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તો ટૂથબ્રશ લો અને તેના પર ટૂથપેસ્ટ લગાવો. હવે તેને બૂટ પર સારી રીતે ઘસો અને થોડીવાર માટે રહેવા દો. થોડીવાર પછી તેને ભીના કપડાથી સાફ કરો અથવા તો પાણીથી ધોઈ દો. આટલું કરતાં જ તમને સફેદ બૂટમાં ફરક દેખાશે.

વધુમાં નેઇલ પોલીશ રીમુવરનો ઉપયોગ બૂટને સફેદ કરવા માટે થતો નથી પરંતુ તેનો ઉપયોગ ડાઘ દૂર કરવા માટે થાય છે. આમાં નેઇલ પોલીશ રીમુવરને કોટન કાપડ પર લગાવો અને ત્યારબાદ તેને બૂટ પરના ડાઘ પર લગાવો. હવે આને હળવા હાથે ઘસો અને પછી સ્વચ્છ કપડાથી સાફ કરો. સફેદ બૂટ પર રહેલ ડાઘ તરત જ ગાયબ થઈ જશે.
ઉપર આપવામાં આવેલી ટિપ્સ અને ટ્રિક્સ ફક્ત માહિતી માટે છે. બૂટના મટિરિયલ અને સ્ટેટસ અલગ-અલગ હોઈ શકે છે, તેથી પરિણામો બદલાઈ શકે છે.
એવા ઘણા કાર્યો છે કે, જે સરળ ટ્રિક્સથી પૂર્ણ કરી શકાય છે પરંતુ ઘણા લોકો તેના વિશે જાણતા નથી. આવા બીજા આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.
