Lok Sabha Election 2024 Budget : વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી, આટલું બજેટ ખર્ચવામાં આવ્યું, જાણીને તમે ચોંકી જશો
Election Expenses : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે. આ દરમિયાન શું તમે જાણો છો કે આ લોકસભા ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી બની ગઈ છે. જાણો કેવી રીતે.

Worlds Most Expensive Election : આ ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી બની છે. તેને 7 તબક્કામાં પુરી કરવામાં આવી છે. તેનું રિઝલ્ટ 04 જુને આવ્યું છે.

લોકસભા ચૂંટણી 2024 ઘણા કારણોસર ખાસ બની છે. જ્યારે તેનું પરિણામ કેટલાક લોકો માટે ખૂબ જ ચોંકાવનારું હતું, તો તેનું બજેટ જાણીને તમે પણ ચોંકી જશો.

આ વખતે 7 તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીનું બજેટ 1.35 હજાર કરોડ રૂપિયાનું હતું. જે અત્યાર સુધીનું સૌથી મોટું ચૂંટણી બજેટ માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 1951માં જ્યારે સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ચૂંટણી થઈ ત્યારે પ્રતિ મતદાતાનો ખર્ચ માત્ર 6 પૈસા હતો.

જે હવે 2024માં વધીને 700 રૂપિયા થઈ ગઈ છે. આ વખતે ચૂંટણીમાં લગભગ દરેક ઉમેદવારની ખર્ચ મર્યાદા 95 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2019 સુધી ચૂંટણીનું બજેટ 50,000 થી 60,000 કરોડ રૂપિયા હતું, જે આ ચૂંટણીમાં વધીને 1.35 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે.

સાદી ગણતરી કરીએ તો એક મતદાતાનો ખર્ચો 700 રૂપિયા છે. 700 એટલે મોટી રકમ કહેવાય. કેમ કે સામાન્ય જનતાનો 3 મહિના મોબાઈલ રિચાર્જ પ્લાન આવી જાય, બાઈક સર્વિસ પણ આટલા રુપિયામાં થઈ જાય છે. 700માં જોઈએ તો લેડિઝ-જેન્ટ્સના એક ટાઈમનો પાર્લરનો ખર્ચો આટલો હોય શકે છે.

































































