કાનુની સવાલ : શું કોઈ પણ કંપની મહિલાને મેટરનિટી લીવ આપવાનો ઈન્કાર કરી શકે ?
શું કોઈ પણ કંપની મહિલાને મેટરનિટી લીવ આપવાનો ઈન્કાર કરી શકે ? જો 2 બાળકો હોય તો શું ત્રીજા બાળક માટે મહિલાને મેટરનિટી લીવ મળી શકે,

મેટરનિટી લીવ અંગે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે તે એક મહત્વપૂર્ણ અધિકાર છે અને કોઈ પણ સંસ્થા કોઈ પણ મહિલાને મેટરનિટી લીવના અધિકારથી વંચિત રાખી શકે નહીં. કોર્ટે આ આદેશ તમિલનાડુની એક મહિલા સરકારી કર્મચારીની અરજી પર આપ્યો છે.

કોર્ટે આ મહત્વપૂર્ણ આદેશ તમિલનાડુની એક મહિલા સરકારી કર્મચારીની અરજી પર આપ્યો, જેણે પુનર્લગ્ન પછી બાળકને જન્મ આપ્યો હતો. આવી સ્થિતિમાં, તેના ઉપરી અધિકારીઓએ તેને મેટરનિટી લીવ આપવાનો ઇનકાર કર્યો. આ પછી મહિલા સુપ્રીમ કોર્ટ પહોંચી. અધિકારીઓએ તેની મેટરનિટી લીવ નકારી કાઢી હતી કારણ કે, તેના પહેલા લગ્નથી બે બાળકો છે.

તમિલનાડુ રાજ્યના નિયમો એ છે કે, મેટરનિટી લીવ ફક્ત પહેલા બે બાળકો માટે જ આપવામાં આવશે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે તેમણે તેના પહેલા લગ્નથી બાળકો માટે કોઈ પ્રસૂતિ લાભ મેળવ્યો નથી.

તેમના વકીલ કેવી મુથુકુમારે વધુમાં દલીલ કરી હતી કે, તેમને બીજા લગ્ન પછી જ સરકારી શિક્ષણની નોકરી મળી હતી. એટલે કે, આ આદેશ દ્વારા સુપ્રીમ કોર્ટે હવે પ્રસૂતિ લાભોનો વ્યાપ વધાર્યો છે. મેટરનિટી લીવ હવે મૂળભૂત પ્રજનન અધિકારોના ભાગ રૂપે માન્ય છે.

તમને જણાવી દઈએ કે,મેટરનિટી લીવ એક એવી રજા છે.જે પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને તેમના શ્રમ અધિકારો હેઠળ આપવામાં આવે છે, જેથી તેઓ તેમના નવજાત બાળકની સંભાળ રાખી શકે અને તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે.

આ રજા સામાન્ય રીતે બાળકના જન્મ પહેલાં અને પછી લઈ શકાય છે. સગર્ભા સ્ત્રીઓને તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવવા માટે આરામ અને સંભાળની જરૂર હોય છે.

મેટરનિટી લીવ માટેના કાયદા અલગ અલગ કંપની મુજબ જુદા જુદા હોઈ શકે છે. પરંતુ શુ કોઈ કંપની બે બાળકો બાદ ત્રીજા બાળકની પ્રસૂતિ સમયે મેટરનિટી લીવ આપવાનો ઈન્કાર કરી શકે કે નહીં ? જો બે બાળકોની પ્રસૂતિમાંથી કોઈ એક જ બાળકની પ્રસૂતિ સમયે મેટરનિટી લીવ લીધી હોય અને ત્રીજા બાળકની પ્રસૂતિ સમયે માંગેલી મેટરનિટી લીવ આપવા માટે કંપની ઈન્કાર કરી શકે કે નહીં ?

. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
