કાનુની સવાલ : સસરા પક્ષના કોઈ પણ વ્યક્તિ પુત્રવધૂ પર શંકા કરે તો, ક્યા એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી શકાય?
કાનુની સવાલ: અહીં જણાવવામાં આવ્યું છે કે, જો પતિ કે સાસરિયાઓને પુત્રવધૂ પર ખોટી શંકા હોય તેની પ્રાઈવસીમાં દખલ કરતા હોય, જેમ કે મોબાઈલ ચેક કરવો, તેને ફોલો કરવી, સોશિયલ મીડિયા પર નજર રાખવી વગેરે તો તેમની સામે ભારતીય કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

મહિલાઓની Privacy અને શંકા વિરુદ્ધ કાયદો: IPC એક્ટ 354D એટલે કે પીછો કરવો- જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને તેની મરજી વિરુદ્ધ તેને ફોલો કરે છે, વારંવાર ફોન કરે છે, તેની ગતિવિધિઓ પર નજર રાખે છે અથવા ટ્રેક કરે છે તો તે ગુનો છે. તેના માટે સજા એ છે કે: પહેલી વાર - જામીનપાત્ર, બીજી વાર - બિન-જામીનપાત્ર, 3 વર્ષ સુધીની કેદ.

IT એક્ટ 2000 ની કલમ 66E - પ્રાઈવસીનું ઉલ્લંઘન : જો કોઈ વ્યક્તિ પરવાનગી વિના કોઈની અંગત માહિતી (ફોટા, ચેટ, વિડીયો, વગેરે) રેકોર્ડ કરે છે અથવા શેર કરે છે. તો આ એક્ટ લાગુ પડે છે. સજા: 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને.

IPC એક્ટ 509 - મહિલાને મર્યાદાને ઠેસ પહોંચાડવી: આ કલમ ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ એવી કોઈ વાત કહે અથવા કરે જે મહિલાને મર્યાદાને ઠેસ પહોંચાડે (જેમ કે ખોટી શંકા, અપમાનજનક ટિપ્પણી, સતત દેખરેખ). સજા: 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ.

ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 - Protection of Women from Domestic Violence Act: આ કાયદામાં માત્ર શારીરિક હિંસા જ નહીં પરંતુ માનસિક, ભાવનાત્મક અને આર્થિક ત્રાસને પણ ગુનો ગણવામાં આવે છે. શંકાશીલ બનવું, દરેક વસ્તુ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવો, દરેક નાની વાત પર મજાક ઉડાવવી = ઘરેલુ હિંસા કરવી. મહિલા કોર્ટમાં રક્ષણનો આદેશ, રહેવાની જગ્યા અને ભરણપોષણ માંગી શકે છે.

પુત્રવધૂ શું એક્શન લઈ શકે?: મહિલા હેલ્પલાઇન નંબર 181 અથવા 1091 પર કૉલ કરો. તમે નજીકના પોલીસ સ્ટેશન પર FIR નોંધાવી શકો છો. મહિલા સુરક્ષા અધિકારી અથવા NGO નો સંપર્ક કરો. તમે ઘરેલુ હિંસા હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી શકો છો. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
