Blood Moon : ભારતમાં જોવા મળશે Blood Moon, જાણો ઘરે કેવી રીતે જોઈ શકાશે
ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ દેખાવવાનું છે. જે ભારતમાં ખુબ જ સારી રીતે જોવા મળવાનું છે તો તમે ઘરે કેવી રીત ચંદ્રગ્રહણ જોઈ શકશો તે જાણીશું.

7 સપ્ટેમ્બરની રાતથી 8 સપ્ટેમ્બરની સવાર સુધી, ભારતમાં પૂર્ણ ચંદ્રગ્રહણની એક સુંદર ખગોળીય ઘટના જોવા મળશે, જેને સામાન્ય રીતે બ્લડ મૂન કહેવામાં આવે છે.

આ સમય દરમિયાન, ચંદ્ર લગભગ 82 મિનિટ સુધી સંપૂર્ણપણે ઘેરો લાલ દેખાશે. આ ચંદ્રગ્રહણ કુલ લગભગ 5 કલાક ચાલશે. ભારતીય સમય (IST) અનુસાર, 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:58 વાગ્યે શરૂ થશે અને 8 સપ્ટેમ્બરના રોજ સવારે 1:25 વાગ્યે સમાપ્ત થશે.

ચંદ્રગ્રહણનો સૌથી ખાસ ભાગ એટલે કે બ્લડ મૂનનો પીક સમય રાત્રે 11:00 થી 12:22 વાગ્યા સુધીનો રહેશે, જ્યારે ચંદ્રનો સૌથી ઊંડો લાલ રંગ રાત્રે 11:41 વાગ્યાની આસપાસ દેખાશે

નરી આંખથી બ્લડ મૂન સીધો જોવો સુરક્ષિત છે, આ માટે કોઈ ખાસ ચશ્માની જરૂર નથી. તમે બ્લડ મૂન સીધો જોઈ શકો છો. જો તમારી પાસે દૂરબીન અથવા ટેલિસ્કોપ હોય, તો ચંદ્રની સપાટી અને લાલાશ વધુ સ્પષ્ટ રીતે દેખાશે.

બ્લડ મૂન દરમિયાન ફોટોગ્રાફી માટે ટ્રાઇપોડ અને લાંબા એક્સપોઝરનો ઉપયોગ કરો. બ્લડ મૂનને યોગ્ય રીતે જોવા માટે, હવામાન વિશે અગાઉથી માહિતી મેળવો, વાદળો કે વરસાદના કિસ્સામાં દૃશ્ય બગડી શકે છે.

આ ઉપરાંત, જો તમને તમારા વિસ્તારમાં બ્લડ મૂન ન દેખાય, તો વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટના યુટ્યુબ સ્ટ્રીમ જેવા ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ પર પણ જોઈ શકો છો.
કામની વાત : બ્રશ કર્યા પછી તરત જ પાણી કેમ ન પીવું જોઈએ? કોગળા કરવા પણ ખતરનાક !
