AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandipura Virus : ફેલાઈ રહ્યો છે ચાંદીપુરા નામનો નવો વાયરસ, તેના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

what is Chandipura virus : દેશમાં વરસાદની મોસમમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાનમાં આ વાયરસના કેસ નોંધાયા છે. બાળકો વાયરસથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે અને મૃત્યુ પણ થયા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અરવલ્લીના ઢેકવા ગામની ત્રણ વર્ષનો બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બાળક બે દિવસથી હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ હતો. આ વાયરસના કારણો અને લક્ષણો વિશે જાણો.

| Updated on: Jul 16, 2024 | 12:49 PM
Share
Chandipura virus symptoms : દેશમાં ચાંદીપુરા વાયરસે દસ્તક આપી છે. ગુજરાતમાં આ વાયરસને કારણે બાળકોના મોત થયા છે. ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ આ વાયરસ ફેલાઈ રહ્યો છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આ વાયરસના કેસ નોંધાયા છે. જીલ્લાના બે બાળકો વાયરસના લક્ષણો મળ્યા બાદ ગુજરાતમાં સારવાર હેઠળ હતા.

1 / 7
27 જૂનના રોજ ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. બીજી તરફ ઉલ્ટી અને ઝાડાથી પીડિત બાળકોનું મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે.

2 / 7
ડેપ્યુટી સીએમએચઓ અંકિત જૈને કહ્યું કે, રાજ્ય સરકાર તરફથી રવિવારે માહિતી મળી હતી કે ઉદયપુર જિલ્લાના ખેરવાડા અને નયાગાંવના બે બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. બંનેને ગુજરાતના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાળકોના બ્લડ અને સીરમ સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. ડેપ્યુટી સીએમએચઓ અંકિત જૈને જણાવ્યું કે બાળક 26 જૂને ખેરવાડાના બલિચા ગામમાં તેના ઘરે હતો. અચાનક તેને ખેંચ આવવા લાગી.

3 / 7
પહેલા તેને ભીલુરા સીએચસીમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. બીજા દિવસે તેનું અવસાન થયું, બાળકીને ઉલ્ટી, ઝાડા, તાવની ફરિયાદ બાદ 5 જુલાઈના રોજ ગુજરાતની ઈડર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. બે દિવસ પહેલા તેને વોર્ડમાં ખસેડવામાં આવી હતી. બાળકી હવે સ્વસ્થ છે.

4 / 7
આરોગ્ય વિભાગ એલર્ટ : જૈને કહ્યું કે ચાંદીપુરા વાયરસના દર્દીઓ મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે સોમવારે ખેરવાડા અને નયાગાંવમાં સર્વે કર્યો હતો. બંને સ્થળોએ 35 ઘરોના સર્વેક્ષણમાં, એવો કોઈ દર્દી મળ્યો નથી કે જેને ચાંદીપુરા ચેપના લક્ષણો હોય. બીમાર બાળકના પરિવારના સભ્યોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. આ ઉપરાંત ગુજરાતને અડીને આવેલા કોટડા, ખેરવારા અને નયાગાંવ વિસ્તારોમાં મેડિકલ ટીમો ખાસ ફરજ પર તૈનાત કરવામાં આવી છે. સારવાર દરમિયાન બાળકના મોત બાદ અમે સાવચેતી રાખી રહ્યા છીએ. બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો હતા. પુણેથી રિપોર્ટ આવવાનો બાકી છે.

5 / 7
ચાંદીપુરા વાયરસ શું છે? : એપિડેમિયોલોજિસ્ટ ડૉ. જુગલ કિશોર કહે છે કે આ વાઇરસ સૌથી પહેલા તાવનું કારણ બને છે. આ પછી શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો દેખાવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં મગજમાં સોજો આવી શકે છે. જેના કારણે સોજો આવે છે અને જે જીવલેણ બની શકે છે. આ વાયરસ મચ્છરો અને જંતુઓના કારણે ફેલાય છે. વરસાદની મોસમમાં આ તાવ ફેલાવાનું જોખમ વધારે છે.

6 / 7
આ રહ્યા તેના ઉપાયો : તમારી આસપાસ સફાઈ રાખો, પાણીને ભરાવા ન દો, મચ્છરો અને વરસાદી કીડાથી અને માખીઓથી બચીને રહો, ફુલ સ્લીવના કપડાં પહેરવા.

7 / 7
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">