Chocolate Modak Recipe : ગણપતિ બાપ્પાનું સ્વાગત કરો ચોકલેટ મોદકથી, આ રહી સરળ રેસિપી
ગણેશ ચતુર્થીના તહેવારનો હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે કેટલાક લોકો ગણપતિ બાપ્પાને ઘરે લાવતા હોય છે. ત્યારે તેમને લાડુની સાથે અવનવા પ્રકારના મોદક બનાવીને ધરાવવામાં આવે છે. તો આજે ચોકલેટ મોદક બનાવવાની રેસિપી જણાવીશું.

દરેક જગ્યાએ ગણેશ ઉત્સવની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જો તમારા પણ ઘરે ગણપતિ લાવવાના છો તો તમે તેમના મનપસંદ મોદક ઘરે બનાવીને તેમને ભોગ ચઢાવવી શકો છો.

ઘરે ચોકલેટ મોદક બનાવવા માટે ડાર્ક ચોકલેટ, બદામ, નાળિયેર, કાજુ, પિસ્તા, કન્ડેન્સ્ડ મિલ્ક, ઘી સહિતની વસ્તુઓની જરૂરિયાત પડશે.

ચોકલેટ મોદક બનાવવા માટે સૌથી પહેલા ડાર્ક ચોકલેટ લો. તેને ઓગાળવા માટે તમે ડબલ બોઈલરની પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો.

હવે એક પેનમાં ઘી ઉમેરી તેમાં કાજુ, બદામ,પિસ્તા અને નારિયેળ ઉમેરી થોડીવાર માટે શેકી લો. ત્યારબાદ તેને ઠંડા થવા માટે મુકો.

આ પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ તેમાં ઓગાળેલી ચોકલેટ ઉમેરી મિશ્રણને ઠંડુ થવા માટે મુકો.

ચોકલેટ મોદકનું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મોદકના મોલ્ડમાં મૂકીને મોદકનો આકાર આપી લો. ત્યારબાદ ચોકલેટ મોદકને તમે ગણપતિ બાપાને ધરાવી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
