Stock Market : ₹55 નું તગડું ડિવિડન્ડ ! રોકાણકારો IT કંપનીના સ્ટોક પાછળ ‘તલપાપડ’ થયા, તમને આનો લાભ મળશે કે નહીં ?
હાલમાં 2 દિગ્ગજ IT કંપનીના શેરે ડિવિડન્ડની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે, છેલ્લા ઘણા દિવસોથી આ બંને સ્ટોકને લઈને રોકાણકારોમાં ચર્ચા વધી રહી છે.

એક IT કંપનીએ ગઈકાલે એટલે કે 16 ઓક્ટોબર, 2025 ના રોજ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ₹1,381.2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 10 ટકાનો વધારો દર્શાવે છે.

આ સાથે જ કંપનીએ ડિવિડન્ડની પણ ભલામણ કરી હતી. IT કંપનીએ તેના શેરધારકો માટે ₹22 પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જેની રેકોર્ડ ડેટ 24 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. IT સર્વિસ પ્રોવાઇડરે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,251.6 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જેનો નફો રૂ. 1,254.6 કરોડથી 10 ટકા વધીને રૂ. 10,694.7 કરોડ થયો હતો.

નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં IT કંપનીએ 2,558 કર્મચારીઓ ઉમેર્યા. આ ક્વાર્ટર દરમિયાન LTI Mindtree એ તેના ડિજિટલ પરિવર્તનને આગળ વધારવા અને AI-કેન્દ્રિત મોડેલને સક્ષમ બનાવવા માટે એક અગ્રણી વૈશ્વિક મીડિયા અને મનોરંજન કંપની સાથે મોટો સોદો કર્યો.

LTI Mindtree ના શેર હાલમાં ₹5,657 ના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં, કંપનીનો શેર ₹3,841.05 ના નીચા લેવલે અને ₹6,764.80 ના હાઇ સ્તરે પહોંચ્યો છે. LTI Mindtree ના શેરોએ ગયા વર્ષ દરમિયાન 11.62 ટકાનું રિટર્ન આપ્યું છે. વધુમાં, છેલ્લા ત્રણ વર્ષમાં આ રિટર્ન 20.32 ટકા રહ્યું છે અને 1 વર્ષનું રિટર્ન 82.85 ટકા રહ્યું છે.

બીજીબાજુ ઇન્ફોસિસે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ₹7,360 કરોડ હતો, જ્યારે કંપનીની આવક ₹44,490 કરોડ હતી.

કંપનીએ તેની બોર્ડ મીટિંગમાં જાહેરાત કરી હતી કે, રોકાણકારો માટે પ્રતિ ઇક્વિટી શેર ₹23 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. કંપનીએ 27 ઓક્ટોબર, 2025 ને ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આનો અર્થ એ છે કે, રેકોર્ડ તારીખના એક દિવસ પહેલા સુધી કંપનીના શેર ધરાવતા રોકાણકારો જ આ ડિવિડન્ડ માટે પાત્ર રહેશે.

કંપનીએ જણાવ્યું છે કે, '7 નવેમ્બર, 2025' પેમેન્ટની તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. Infosys Ltdના શેર હાલમાં ₹ 1,438 ના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. કંપનીનો 52 સપ્તાહનો High ₹2,006.80 અને Low ₹1,307.10 છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. આના જેવી બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
