IRCTC Rules: એક દિવસમાં કેટલી તત્કાલ ટિકિટ બુક કરી શકાય? જે લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે તેઓ પણ આ વાત નથી જાણતા!
જો આપણે અચાનક ક્યાંક જવાનું થાય અને ટ્રેનમાં ટિકિટ ન મળે તો? હવે આવી સ્થિતિમાં આપણે 'તત્કાલ ટિકિટ' બુક કરાવવા પાછળ જ ભાગીશું. તો ચાલો જાણીએ કે, IRCTC વેબસાઇટ અથવા એપ પર એક યુઝર આઈડીથી કેટલી તત્કાલ ટિકિટ બુક કરી શકાય...

IRCTC વેબસાઇટ અથવા એપ પર તત્કાલ ટિકિટ બુક કરાવવી એ કોઈ યુદ્ધ જીતવાથી ઓછું નથી. સવારે 10 વાગ્યાની સાથે જ લાખો લોકો એકસાથે ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરે છે અને બધી સીટો કેટલીક સેકંડમાં ભરાઈ જાય છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, એક IRCTC યુઝર આઈડીથી એક દિવસમાં કેટલી તત્કાલ ટિકિટ બુક કરી શકાય?

IRCTC ના નિયમો અનુસાર, તમે એક યુઝર આઈડીથી એક દિવસમાં વધુમાં વધુ 2 તત્કાલ ટિકિટ બુક કરી શકો છો. હવે એક PNR પર વધુમાં વધુ 4 ટિકિટ બુક કરી શકાય છે, તેથી તમે એક દિવસમાં વધુમાં વધુ 8 લોકો માટે તત્કાલ ટિકિટ બુક કરી શકો છો. જો તમને 5 લોકો માટે ટિકિટ જોઈતી હોય, તો તમારે બે અલગ અલગ ટિકિટ બુક કરવી પડશે.

જો તમારે તત્કાલ માટે 8 થી વધુ લોકો માટે ટિકિટ બુક કરાવવી હોય, તો તમારે 1 થી વધુ યુઝર આઈડીની જરૂર પડશે અથવા તમે બુકિંગ એજન્ટોની મદદ પણ લઈ શકો છો. હવે જો તમે IRCTC પરથી સામાન્ય ટિકિટ બુક કરાવો છો, તો તમે એક PNR પર વધુમાં વધુ 6 મુસાફરો માટે ટિકિટ બુક કરાવી શકો છો.

તત્કાલ ટિકિટનો નિયમ સામાન્ય ટિકિટ બુકિંગ કરતા બિલકુલ અલગ છે. જણાવી દઈએ કે, સામાન્ય ટિકિટ બુકિંગ માટે એક યુઝર આઈડીથી મહિનામાં 12 ટિકિટ બુક કરી શકાય છે. જો તમારા IRCTC એકાઉન્ટને આધાર કાર્ડથી વેરિફાઇડ કરવામાં આવે છે, તો આ લિમિટ 24 ટિકિટ પ્રતિ મહિને સુધી વધી જાય છે. નોંધનીય છે કે, આ નિયમ તત્કાલ ક્વોટા પર લાગુ પડતો નથી.

અગાઉથી 'માસ્ટર લિસ્ટ' બનાવો. IRCTC એપ અને વેબસાઇટ પર 'માસ્ટર લિસ્ટ' ની એક શાનદાર સુવિધા છે. આમાં, તમે મુસાફરી કરતા બધા મુસાફરોની માહિતી (નામ, ઉંમર, ID પ્રૂફ) અગાઉથી સેવ કરી શકો છો. બુકિંગ સમયે, તમારે ફક્ત 'Add Passenger' પર ક્લિક કરવાનું રહેશે, જે તમારો કિંમતી સમય બચાવશે.

હવે પેમેન્ટ માટે તૈયાર રહો. લોકો ઘણીવાર પેમેન્ટ કરવામાં સમય બગાડે છે. એવામાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગને બદલે UPI અથવા IRCTC ઈ-વોલેટનો ઉપયોગ કરો. તમારી UPI ID પહેલેથી કોપી કરી રાખો.

સમય પહેલાં લોગિન કરો. બુકિંગ શરૂ થાય તેની 2-3 મિનિટ પહેલા IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન પર લોગિન કરો. તમારા રૂટને અને ટ્રેનને પહેલેથી જ નક્કી કરી દો. બીજું કે, કેપ્ચાનું ધ્યાન રાખો. ઉતાવળમાં ખોટો કેપ્ચા કોડ દાખલ કરશો નહીં.

વધુમાં તમને 'પ્રીમિયમ તત્કાલ'નો ઓપ્શન પણ જોવા મળશે, જે તત્કાલથી અલગ હોય છે. પ્રીમિયમ તત્કાલનું ભાડું નિશ્ચિત નથી હોતું. ટૂંકમાં જેમ જેમ સીટો ભરાય છે તેમ તેમ તેનું ભાડું વધે છે. આ હંમેશા તત્કાલ કરતાં વધુ મોંઘું પડે છે પરંતુ તેના કન્ફર્મ થવાની શક્યતા પણ વધુ હોય છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
