Iran Viral Girl : હિજાબના વિરોધમાં કપડા ઉતારનાર યુવતી સાથે શું થયું ? વિદ્યાર્થીઓની સલામતી અંગે વધી ચિંતા, જુઓ Photos
Iran University Girl Viral Video : પોલીસે યુનિવર્સિટીમાં અર્ધ નગ્ન ફરવા બદલ આહૌ દારયાઈ નામની છોકરીને કસ્ટડીમાં લીધી છે. આ ઘટના 2જી નવેમ્બરે બની હોવાનું કહેવાય છે.

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનની ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની આંતરિક વસ્ત્રો પહેરીને કેમ્પસમાં ફરતી હતી.

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનની ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની આંતરિક વસ્ત્રો પહેરીને કેમ્પસમાં ફરતી હતી.

થોડા દિવસો પહેલા, ઈરાનની યુનિવર્સિટીનો વાયરલ થયેલો વીડિયોને લઈ પોલીસે કહ્યું હતું કે, વિદ્યાર્થીની ગંભીર માનસિક દબાણ હેઠળ હતી. પૂછપરછ બાદ તેને મનોચિકિત્સક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુવતીએ ઇસ્લામિક ડ્રેસ (હિજાબ)ના વિરોધમાં તેના કપડાં ઉતારી દીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીનું નામ આહૌ દારયાઈ છે.

માહિતી અનુસાર, પોલીસે તેને યુનિવર્સિટીમાં અર્ધ નગ્ન અવસ્થામાં ફરવા બદલ કસ્ટડીમાં લીધી છે. તમને જણાવી દઈએ કે ઈરાનમાં હિજાબ ન પહેરવા પર જેલની સજા છે.

થોડા દિવસો પહેલા, પોલીસે કહ્યું હતું કે વિદ્યાર્થીની ગંભીર માનસિક દબાણથી પીડાતી હતી. પૂછપરછ બાદ તેને મનોચિકિત્સક હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
