સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્ર એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ઘણા તેને સંક્ષિપ્તમાં યુએન તરીકે પણ ઓળખે છે. જેનો હેતુ આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, માનવ અધિકાર અને વિશ્વ શાંતિની સુવિધા માટે સહકાર માટે કામ કરવાનું છે.
સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 25 ઓક્ટોબર 1945ના રોજ 50 દેશ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર પર હસ્તાક્ષર સાથે કરવામાં આવી હતી.
બીજા વિશ્વયુદ્ધના વિજેતા દેશોએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં હસ્તક્ષેપ કરવાના ઉદ્દેશ્ય સાથે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી. તેઓ ઇચ્છતા હતા કે બીજા વિશ્વયુદ્ધ જેવા યુદ્ધો ભવિષ્યમાં ફરી ક્યારેય ન થાય.
હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં 193 રાષ્ટ્રો છે, જેમાં વિશ્વના લગભગ તમામ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. આ સંસ્થાના માળખામાં સામાન્ય સભા, સુરક્ષા પરિષદ, આર્થિક અને સામાજિક પરિષદ, સચિવાલય, આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત અને સંયુક્ત રાષ્ટ્ર ટ્રસ્ટ કાઉન્સિલનો સમાવેશ થાય છે.