કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા… Mumbai થી Kutch આવવા માટે ચાલે છે આટલી ટ્રેન, જાણો તમને કંઈ ટ્રેન લાગુ પડશે
Mumbai to kutch : ઘણા લોકો મુંબઈ કામ માટે જતા હોય છે. ઘણી ટ્રેન ચાલતી હોય છે. આજે અમે તમને જણાવશું કે આ ટ્રેનો કંઈ છે તેના ટાઈમ ટેબલ શું છે અને સૌરાષ્ટ્રના કેટલા જિલ્લામાંથી નીકળે છે.

મુંબઈથી કચ્છ જવા માટે લગભગ મેઈન 3 ટ્રેન ચાલે છે. એમાંથી એક તો સુપરફાસ્ટ એક્સપ્રેસ છે. તેમજ બીજી બે ટ્રેનો છે જે અઠવાડિયે દરરોજ ચાલે છે. તો આજે જાણો કે મુંબઈથી કેટલી ટ્રેનો ભુજ તરફ આવે છે.

મુંબઈથી ભુજ તરફ આવતી સુપરફાસ્ટ બધી ટ્રેનો મોટાભાગે બોરિવલીથી ઉપડે છે. આજે આપણે 3 ટ્રેનો વિશે જાણશું. જે ભુજ સુધીની સફર કરાવે છે.

ટ્રેન નંબર 22903 ભુજ એસી એક્સપ્રેસ બોરિવલી થી ભુજ સુધી ચાલે છે. આ ટ્રેન અઠવાડિયામાં સોમ, ગુરુ અને શનિવાર દરમિયાન ચાલે છે. આ ટ્રેન બોરિવલીથી 00:15 વાગે ચાલુ થાય છે અને બીજા 12:45 કલાકે ભુજ પહોંચાડે છે. આ ટ્રેન સુપર ફાસ્ટ હોવાથી અમદાવાદથી ડાયરેક્ટ હળવદ, સામખિયાળી, ગાંધીધામ જંકશન થઈને ભુજ પહોંચાડે છે.

ટ્રેન નંબર 20907 સયાજી નગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ એ પણ બોરિવલીથી 15:39 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 06:30 વાગ્યે ભુજ પહોંચાડે છે. આ ટ્રેન નવસારી-સુરત પણ સ્ટોપેજ લે છે. હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર થઈને ભુજ પહોંચાડે છે. આ ટ્રેન અઠવાડિયે દરેક દિવસે ચાલે છે.

ટ્રેન નંબર 22955 કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ બોરિવલીથી 18:12 કલાકે ઉપડે છે. ભુજ બીજા દિવસે 08:30 કલાકે પહોંચાડે છે. આ બધી ટ્રેનોમાં પણ વેઈટિંગ લિસ્ટ વધારે પડતું હોય છે. આ ટ્રેન પણ અઠવાડિયે બધા વારે ચાલે છે. સુરત, ભરુચ, વડોદરા, આણંદ, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર થઈને ભુજ પહોંચે છે. (આ આપવામાં આવેલી માહિતી લખાય છે ત્યાં સુધીનું અપડેટ છે.)
