ગાંધીધામ અને ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો કરાઈ ડાયવર્ટ, જતાં પહેલાં ચેક કરો ક્યાં રુટ પર દોડશે?
દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝન પર કાઝીપેટ-વિજયવાડા સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામને કારણે ગાંધીધામ - વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રુટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

28 એપ્રિલ, 5 અને 19 મેના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નં 20804 ગાધીધામ - વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા બડનેરા, બલ્લારશાહ, વિજયવાડા, વિશાખાપટ્ટનમના સ્થાને તેના ડાયર્વટ કરાયેલા માર્ગ વાયા વર્ધા, નાગપુર, રાયપુર, ટિટિલાગઢ, રાયગઢ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમના માર્ગ પર દોડશે. આ ટ્રેન ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુર કાગઝનગર, રામગુંડમ, વારંગલ, ખમ્મમ, વિજયવાડા, એલુરુ, રાજમડ્રી, સામલકોટ, દુવ્વાડા સ્ટેશનો પર નહીં જાય.

2, 9 અને 16 મે ના રોજ વિશાખાપટ્ટનમથી ચાલતી ટ્રેન નં 20803 વિશાખાપટ્ટનમ, ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિશાખાપટ્ટનમ, વિજયવાડા, બલ્હારશાહ, બડનેરા, વર્ધાના સ્થાને તેના ડાયર્વટ કરાયેલા માર્ગ વાયા વિશાખાપટ્ટનમ, વિજયનગરમ, રાયગઢ, ટિટલાગઢ, રાયપુર, નાગપુર, વર્ધાના માર્ગ પર દોડશે. આ ટ્રેન દુવ્વાડા, સામલકોટ, રાજમુડ્રી, એલુરુ, વિજયવાડા, ખમ્મમ, વારંગલ, રામગુંડમ, સિરપુર કાગઝનગર, બલ્હારશાહ, ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

1, 8 અને 15 મે ના રોજ ઓખાથી ચાલતી ટ્રેન નં 20820 ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા, બલ્હારશાહ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ખુર્દા રોડના સ્થાને તેના ડાયર્વટ કરાયેલા માર્ગ વાયા વર્ધા, નાગપુર, રાયપુર, ટિટિલાગઢ, રાયગઢ, વિજયનગરમ, ખુર્દા રોડના માર્ગ પર દોડશે. આ ટ્રેન ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુર કાગઝનગર, મંચિર્યાલ, રામગુંડમ, વારંગલ, વિજયવાડા, એલુરુ, રાજામુડ્રી, સામલકોટ, અનકાપલ્લી, વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર જશે નહીં.

28 એપ્રિલ , 5 અને 19 મેના રોજ પુરીથી ચાલતી ટ્રેન નં 20819 પુરી ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, બલ્હારશાહ, વર્ધાના સ્થાને તેના ડાયર્વટ કરાયેલા માર્ગ વાયા ખુર્દા રોડ, વિજયનગરમ, રાયગઢ, ટિટિલાગઢ, રાયપુર, નાગપુર, વર્ધાના માર્ગ પર દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી, સામલકોટ, રાજમંડ્રી, એલુરુ, વિજયવાડા, વારંગલ, રામગુંડમ, મંચિર્યાલ, સિરપુર કાગઝનગર, બલ્હારશાહ, ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

ટ્રેનોના સ્ટોરેજ, રૂટ અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે તમે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકો છો.

































































