Stocks Forecast 2025: આ કંપનીના શેર ખરીદેલા હશે તો થઈ જશો લખપતિ, કંપની કરાવી શકે છે જલસા
શેર માર્કેટ એ એવી જગ્યા છે જ્યાં રોકાણકારો માટે તક અને જોખમ બંને એકસાથે ચાલે છે. રોજ નવા ઉછાળા અને ઘટાડા સાથે બજારનું દિશા-પરિવર્તન રોકાણકારો માટે ઉત્સુકતા ભર્યું બને છે. આવી સ્થિતિમાં 'શેર માર્કેટ ફોરકાસ્ટ' રોકાણકારોને ભવિષ્યના ટ્રેન્ડ વિશે માર્ગદર્શન આપે છે. યોગ્ય માહિતી અને વિશ્લેષણથી રોકાણકારો બુદ્ધિશાળી નિર્ણય લઈ શકે છે અને તેમના રોકાણને વધુ સુરક્ષિત બનાવી શકે છે. અહીં તમને 1 વર્ષનું ફોરકાસ્ટ જોવા મળશે.

આપણે ટાટા મોટર્સનું ફોરકાસ્ટ ઉપરના ફોટોમાં જોઈએ તો આપણને ખબર પડે છે કે તે કંપનીનું એનાલિસિસ 30 એક્સપર્ટે કરેલું છે. મોટા ભાગનો તેનો ગ્રાફ ગ્રીન કલરમાં જોવા મળે છે. એક વર્ષના ફોરકાસ્ટમાં તેની હાલની પ્રાઈઝ 395.45 છે. તો તે વધીને MAX પ્રાઈઝ +125% સુધી વધી શકે છે. MIN પ્રાઈઝ +52% સુધી રહી શકે છે.

ટાટા મોટર્સમાં 07 એનાલિસ્ટોનું કહેવું એવું થાય છે કે અત્યારે તમે આ ખરીદી શકો છો. પરંતુ એવરેજ વાત કરીએ તો 12 લોકો એવું કહી રહ્યા છે કે અત્યારે ખાલી Hold કરો.

હવે વાત કરીએ યશ બેન્કની તો તેનું એનાલિસિસ 8 લોકોએ કરેલું છે. તેની હાલ પ્રાઈઝ 23.32 રુપિયા છે. પરતું ચાર્ટ પોતે જ રેડ કલરમાં ડાઉન જાય છે તો જોતા જ ખબર પડે છે કે પ્રાઈઝ હજી પણ નીચે જશે તેવી શક્યતાઓ છે. ઓછામાં ઓછી 17 રુપિયા સુધી આ પ્રાઈઝ જશે તેવી શક્યતા દર્શાવે છે.

તેથી 7 એક્સપર્ટ એવું કહે છે કે શેર ને સેલ કરીને નીકળી જાવ અને એકનું કહેવું એવું છે કે હજી તમે Hold કરી શકો છો.

વોડાફોન આઈડિયા કંપનીની વાત કરીએ તો તેનું 22 એક્સપર્ટ લોકોએ એનાલિસિસ કર્યું છે. તેનો ગ્રાફ જોતાં ખબર પડે છે કે MAX પ્રાઈઝ +79.43% સુધી ઉપર જશે અને MIN -72.49% નીચે જવાની શક્યતાઓ છે. એટલે કે મોટાભાગે આ શેર એવરેજ રહેવાનો દાવો કરે છે.

22 એકસપર્ટમાંથી ફક્ત 4 લોકો જ એવું કહે છે કે તમે શેર ખરીદી શકો છો, પરંતુ 6 એક્સપર્ટનું કહેવું છે કે તમે હોલ્ડ કરી શકો છો તેમજ 9 લોકો સેલ કરવાનું કહે છે.

ટાટા સ્ટીલમાં 29 એનાલિસ્ટો એ ફોરકાસ્ટ કર્યું છે. ગ્રાફ જોતા ખબર પડશે કે બંને સાઈડ એકસરખું જ એવરેજ પ્રાઈઝ લાગે છે. જેટલો ઉપર ગ્રીન છે એટલું જ નીચે રેડ જોવા મળે છે. મતલબ કે 170 હાલ પ્રાઈઝ છે તો તે 202 સુધી જશે તેવી શક્યતા છે અને 135 સુધી નીચે જશે તેવી શક્યતા લાગી રહી છે.

29 એનાલિસ્ટો માંથી 15 એ એવું કહ્યું કે તમે આ શેરને ખરીદી શકો છો. 7 એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે હમણાં Hold કરી શકો છો તો સામે 4 એક્સપર્ટ એવું પણ કહી રહ્યા છે કે સેલ કરીને નીકળી જાવ.

સુઝલોન એનર્જીનું 9 એનાલિસ્ટોએ ફોરકાસ્ટ કર્યું છે. કંપનીનો હાલમાં શેર પ્રાઈઝ 53.95 છે. તે શેર ઉપર ઉઠીને +50.14% એટલે કે 81 રુપિયા મેક્સિમમ પ્રાઈઝ જશે તેવી શક્યતા દર્શાવે છે.

9 એકસપર્ટમાંથી 8 લોકોનું કહેવું છે કે આ શેર તમે ખરીદી શકો છો અને 1 વ્યક્તિ જ એવું કહી રહ્યો છે કે તમે ઈચ્છો તો હોલ્ડ કરી શકો છો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
