હસમુખ ઠાકોરદાસ પારેખે તેમના પિતા પાસેથી બેંકિંગ સેવાઓની સમજ મેળવી હતી. મુંબઈથી સ્નાતક થયા પછી હસમુખ પારેખ ઉચ્ચ શિક્ષણ માટે લંડન ગયા. બ્રિટનથી ભારત પાછા ફર્યા બાદ, તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને ભારતની સૌથી મોટી બેંક HDFC બેંકનો પાયો નાખ્યો.હસમુખ ઠાકોરદાસ પારેખે અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરી હતી. મુંબઈથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા પછી, તેમને બ્રિટનમાં વધુ અભ્યાસ કરવાની તક મળી, જ્યાં તેમણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાંથી બેન્કિંગ અને ફાયનાન્સમાં B.Sc ડિગ્રી મેળવી. આ પછી હસમુખ પારેખ ભારત પાછા ફર્યા અને મુંબઈની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં લેક્ચરર તરીકે કામ કર્યું. હાલ ફોટામાં દેખાઈ રહ્યા છે હસમુખ પારેખના ભત્રીજા દિપક પારેખ છે.