Health Tips : શિયાળામાં બાળકોને આ ફ્રુટ્સ જરૂર ખવડાવો, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે
મૌસમી ફ્રુટ્સ બાળકોને જરુર ખવડાવવા જોઈએ. શિયાળાની ઋતુ શરુ થઈ ચૂકી છે. ત્યારે કેટલાક એવા ફ્રુટ્સ છે. જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ મજબુત કરશે.

બાળકોને દરરોજ એક ફ્રુટ્સ જરુર ખવડાવવું જોઈએ, જો તમારું બાળક ફ્રુટ્સ ખાતું નથી. તો પછી તેને ફ્રુટ્સને બદલે તેનું જ્યુસ બનાવીને પીવડાવો. જેનાથી તેના શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ રહેશે નહિ.

શિયાળામાં કેટલાક ફળો એવા હોય છે. જેનાથી બાળકો કેટલીક બિમારીઓની ઝપેટમાં આવતા નથી. તેનો ગ્રોથ પણ સારો થાય છે. તમે બાળકોને ફ્રુટ્સનું યોર્ગટ બનાવીને પણ આપી શકો છો. તો ચાલો જાણીએ બાળકોને ક્યા ક્યાં ફ્રુટસ આપવા જોઈએ.

આંબળા નાના બાળકોથી લઈ તમામ લોકો માટે ફાયદાકારક છે. જે એન્ટીઓક્સીડન્ટથી ભરપુર હોય છે. વાળ અને સ્કિન તેમજ આંખો માટે આંબળા બેસ્ટ છે. આ સાથે તે ડાઈજેશન સિસ્ટમને પણ મજબુત બનાવે છે. તમે બાળકોને આંબળા કેન્ડી તેમજ જ્યુસ બનાવીને પણ તમારા બાળકોને આપી શકો છો.

સંતરા વિટામિન સીથી ભરપુર હોય છે.જેનાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. વિટામિન-સી સિવાય તેમાં પોટેશિયમ અને ફોલેટની માત્રા ખુબ વધારે હોય છે. બાળકોને સંતરા ખુબ પસંદ હોય છે. બાળકોને સંતરાનું સેવન જરુર કરાવો.

જામફળ શિયાળાની ઋતુમાં જોવા મળતું ફળ છે. બાળકોને આ ફળ જરુર આપો, કારણ કે તે મોસમી ફળ છે. જામફળને ખવડાવતા પહેલા તેની છાલ કાઢીને બીજ કાઢીને બાળકને આપો.

શિયાળામાં આવતી લીલી અને કાળી દ્વાક્ષ પણ બાળકોને જરુર આપો. કદમાં નાનું દેખાતું આ ફ્રુટસ ખુબ જ લાભદાયક છે.
