ગાંધીનગર હેપ્પી યુથ ક્લબ દ્વારા હેપ્પી સ્પેરો વિક-2023નો પ્રારંભ કરવામાં આવ્યો
હેપ્પી યુથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક-2023”નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ અંતર્ગત આજે ગાંધીનગરમાં વિવિધ સ્થળે હેપ્પી ચકલી ઘરનુ વિના મૂલ્યે વિતરણ કરાયું હતું.

ગાંધીનગરમાં હેપ્પી યુથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક-2023”નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ અંતર્ગત આજે ગાંધીનગરમાં વિવિધ સ્થળે હેપ્પી ચકલી ઘરનુ વિના મૂલ્યે વિતરણ કરાઇ રહ્યું છે. ક્રેડિટ - (નવનિત દરજી)

અત્રે ઉલ્લેખનીય છે કે હેપ્પી યુથ ક્લબ દ્વારા "હેપ્પી સ્પેરો વીક-૨૦૨૩"નો પ્રારંભ તા. 19મી માર્ચથી કરાયો હતો જે તા.૩૧મી માર્ચ સુધી ઉજવાશે જેમાં શહેરમાં આશરે 5 હજાર કરતા વધુ હેપ્પી ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. (નવનિત દરજી)

હવે આગામી દિવસોમાં તા.22મી માર્ચ, બુધવારે કુડાસણમાં સરદાર સર્કલ પાસે, તા.23મી માર્ચ, ગુરુવારે સેક્ટર-24માં ગોપાલ ડેરી પાસે જન ઔષધી કેન્દ્ર ખાતે, તા.24મી માર્ચ, શુક્રવારે વાવોલમાં શાંતિનગર સોસાયટી પાસે જોગણી માતાના મંદિર ખાતે ચકલી ઘરનું વિતરણ કરાશે (નવનિત દરજી)

તા.25મી માર્ચ, શનિવારે કુડાસણમાં પ્રતિક મોલમાં રાજવી ફૂડ કોર્નર ખાતે, તા.26મી માર્ચ, રવિવારે સેક્ટર-1માં ગાયત્રી મંદિર પાસે ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ યોજાશે. (નવનિત દરજી)

આ સાથે તા.27મી માર્ચ, સોમવારે સેક્ટર-4માં ઓમકારેશ્વર મંદિર પાસે, તા.28મી માર્ચ, મંગળવારે પેથાપુરમાં સોમનાથ સોસાયટી પાસે, તા.29મી માર્ચ, બુધવારે સેક્ટર-14માં ગુપ્તા કોમ્પ્લેક્સ પાસે, તા.30મી માર્ચ, ગુરુવારે સેક્ટર-29માં જલારામ ધામ ખાતે અને તા.31મી માર્ચ, શુક્રવારે સેક્ટર-2માં સ્વામિનારાયણ મંદિર પાસે હેપ્પી ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ યોજાશે.(નવનિત દરજી)