Women’s health : ગર્ભાશયમાં કેન્સરના શરૂઆતના લક્ષણો શું છે અને તેને કેવી રીતે ઓળખવા ?
ગર્ભાશયના કેન્સરના શરુઆતના કેટલાક લક્ષણો જોવા મળે છે. પરંતુ તેને નજર અંદાજ કરવો જોઈએ નહી. લક્ષણો નજર અંદાજ કરવા પર સ્થિતિ ગંભીર બની શકે છે અને કેન્સર ગર્ભાશયને બહાર પણ ફેલાય શકે છે.

ગર્ભાશયનું કેન્સર મહિલાઓમાં હાલમાં ખુબ જોવા મળી રહ્યું છે. આનાથી બચવા માટે, સરકારી સ્તરે કિશોરીઓને પણ રસી આપવામાં આવી રહી છે. ગર્ભાશયનું કેન્સર શા માટે થાય છે તે અંગે હાલમાં સંશોધન ચાલુ છે. જોકે, તેનાથી ચોક્કસ કેટલીક બાબતો બહાર આવી છે.

આમાં 12 વર્ષની ઉંમર પહેલાં માસિક સ્રાવ, 50 વર્ષની ઉંમર પછી મેનોપોઝ અને ગર્ભવતી ન થવું શામેલ હોઈ શકે છે. આ ઉપરાંત, ચેપ અને કેટલીક સારવાર પણ આનું કારણ બની શકે છે.


ગર્ભાશયના કેન્સરની શરૂઆતમાં કેટલાક લક્ષણો દેખાય છે. તે લક્ષણોમાં અસામાન્ય રક્તસ્ત્રાવ, પેટના નીચેના ભાગમાં દુખાવો અને સંભોગ દરમિયાન દુખાવો સામેલ છે. આ ઉપરાંત, થાક, વજન ઘટવું, ભૂખ ન લાગવી પણ તેના લક્ષણો હોઈ શકે છે.

ગર્ભાશયના કેન્સરના લક્ષણો જો ઉપર મુજબ હોય શકે છે. જો તમને પણ આવા લક્ષણોનો સામનો કરી રહ્યા છો. તો આને નજરઅંદાજ કરવો જોઈએ નહી. ડોક્ટરનો સંપર્ક કરો અને સારવાર કરાવો.

ગર્ભાશયના કેન્સરને રોકવા માટે, કિશોરાવસ્થા દરમિયાન રસી અપાવો. જો તમને ડાયાબિટીસ છે, તો તમારા શુગર સ્તરને નિયંત્રણમાં રાખો. જનનાંગોની સ્વચ્છતાનું ધ્યાન રાખો. જો તમને કોઈ પણ પ્રકારની અગવડતા લાગે, તો બેદરકાર ન બનો અને ડૉક્ટરની સલાહ લો.

ગર્ભાશયના કેન્સરનો શરૂઆતના તબક્કામાં જ સંપૂર્ણપણે ઈલાજ થઈ શકે છે. ગર્ભાશયના કેન્સરના પાંચ તબક્કા છે. ત્રીજા તબક્કા સુધી તેની સારવાર સંપૂર્ણપણે શક્ય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































