Women’s Health : સ્ટ્રેસની પીરિયડ્સ પર શું અસર થાય છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો
સ્ટ્રેસ, મહિલાઓની પીરિયડ્સ સાઈકલને પ્રભાવિત કરે છે. આ કારણથી પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે. તેમજ પીરિયડ્સ ફ્લો પર પણ અસર થઈ શકે છે. તો ચાલો વિસ્તારથી આપણે પીરિયડ્સ અને સ્ટ્રેસ વિશે જાણીએ.

આપણે બધા કોઈના કોઈ કારણથી સ્ટ્રેસમાં રહીએ છીએ. તેમજ કોઈ પણ કારણોસર સ્ટ્રેસ આપણી લાઈફનો ભાગ બની જાય છે. સ્ટ્રેસની અસર મહિલાઓની મેન્ટલ હેલ્થની સાથે હોર્મોન્સ પર પણ પડે છે.આ કારણે ડાઈજેશન ખરાબ થઈ શકે છે. સ્થુળતા વધી શકે છે. ચેહરા પરનો ગ્લો ખરાબ થાય છે. અનેક પ્રકારની બીમારીઓની ઝપેટમાં પણ તમે આવી શકો છો.

તેમજ સ્ટ્રેસની અસર મહિલાઓની પીરિયડ સાઈકલ પર પણ થાય છે. તણાવના કારણથી મહિલાઓની વજાઈનલ હેલ્થ અને પીરિયડ્સ સાઈકલ પ્રભાવિત થાય છે . સ્ટ્રેસની મહિલાઓના પીરિયડ્સ પર શું અસર થાય છે. આ વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ. તો ચાલો જાણીએ ગાયનેકોલોજિસ્ટ શું કહે છે.

પીરિયડ્સને મેનેજ કરવા માટે શરીરમાં કેટલાક હોર્મોન્સનું લેવલ યોગ્ય હોવું જરુરી હોય છે. જેમાંથી કેટલાક હોર્મોન્સ મગજમાંથી રિલીઝ થાય છે. જ્યારે આપણે વધારે સ્ટ્રેસ લઈએ છીએ તો. આ હોર્મોન્સ અસંતુલિત થવા લાગે છે.આ હોર્મોન્સ અસંતુલનને કારણે, પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે અને ક્યારેક તો સ્કિપ પણ જાય છે.આપણા બ્રેનમાં હાઈપોથૈલેમસ પિટ્યુટરી ગ્લૈડ હોય છે. આ ગ્લૈડ ,રિપ્રોડક્ટિવ હોર્મોન્સને રિલીઝ કરે છે.

આ હોર્મોન્સ રિલીઝ થતાં જ ઓવરીને સંદેશ આપે છે. આ મેસેજ બાદ ઓવરીમાંથી દરેક મહીને એક એગ રિલીઝ થાય છે અને આ વચ્ચે પીરિયડ્સ આવે છે. જ્યારે મહિલાઓ તણાવમાં હોય છે. તો શરીરમાં કોર્ટિસોલની માત્રા વધારે હોય છે. આ કારણે સમયસર રિપ્રોડક્ટિવ હોર્મોન્સ રિલીઝ થઈ શકતા નથી.

આ હોર્મોન્સ રિલીઝ થતાં જ ઓવરીને સંદેશ આપે છે. આ મેસેજ બાદ ઓવરીમાંથી દરેક મહીને એક એગ રિલીઝ થાય છે અને આ વચ્ચે પીરિયડ્સ આવે છે. જ્યારે મહિલાઓ તણાવમાં હોય છે. તો શરીરમાં કોર્ટિસોલની માત્રા વધારે હોય છે. આ કારણે સમયસર રિપ્રોડક્ટિવ હોર્મોન્સ રિલીઝ થઈ શકતા નથી.

આ કારણે કેટલીક વખત પીરિયડ્સ ખુબ લાંબા કે અમુક દિવસ માટેના હોય છે. કેટલીક વખત આ કારણે મહિલાઓને હૈવી પીરિયડ્સ આવે છે. તો કેટલીક વખત પીરિયડ્સમાં ખુબ ઓછું બ્લીડિંગ પણ થઈ શકે છે. તણાવથી દુર રહેવું, સ્વાસ્થ રહેવા માટે ખુબ જરુરી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
