Women’s health : મહિલાઓ માટે Silent કિલર છે પેરિટોનિયલ કેન્સર, જાણો આના વિશે ચોંકાવનારી માહિતી
બોલિવૂડ અભિનેત્રી નફીસા અલીને સ્ટેજ 4 પેરીટોનિયલ કેન્સર હોવાનું નિદાન સામે આવ્યું છે.પેરીટોનિયલ કેન્સર એ એક દુર્લભ પ્રકારનું કેન્સર છે જેમાં ઘણીવાર અસ્પષ્ટ લક્ષણો જોવા છે અને ઘણીવાર તે શોધી શકાતું નથી. ચાલો આ કેન્સર શું છે તે વિશે વધુ જાણીએ.

કેન્સર માત્ર એક જ નથી પરંતુ તેના અનેક પ્રકારો છે પરંતુ આજે આપણે આમાંથી માત્ર થોડા જ પ્રકારના કેન્સર વિશે જાણીએ છીએ. જે સામાન્ય રીતે આપણે સાંભળવા મળે છે પરંતુ કેટલાક દુર્લભ પ્રકારના પણ કેન્સર છે. જેનું નામ લોકોએ ઓછું સાંભળ્યું હશે. તેમાંથી એક છે પેરિટોનિયલ કેન્સર, જે કેન્સરનો એક પ્રકાર છે. જે અન્ય કેન્સરના રુપમાં સૌથી દુર્લભ છે પરંતુ સામાન્ય રીતે જીવન માટે ખતરો છે. માત્ર એક ઓન્કોલોજિસ્ટ જ આ પ્રકારના કેન્સર વિશે જણાવી શકે છે.

પેરીટોનિયલ કેન્સર શું છે?પેરીટોનિયલ કેન્સર એ એક દુર્લભ પ્રકારનું કેન્સર છે જેEpithelial Cellsના સ્તરમાં વિકસે છે, એક પાતળું પડ જે પેટની અંદરની દિવાલને આવરી લે છે. આ અસ્તરને પેરીટોનિયમ કહેવામાં આવે છે, અને તેથી, આ કેન્સરને પેરીટોનિયલ કેન્સર કહેવામાં આવે છે. જે લાઈનિંગ નાના અને મોટા આંતરડા, મૂત્રાશય, ગર્ભાશય અને ગુદામાર્ગ જેવા પેટના અવયવોનું રક્ષણ કરે છે.

પેરીટોનિયલ લાઈનિંગ એક લુબ્રિકેટિંગ પ્રવાહી સ્ત્રાવ કરે છે જે પેટની અંદર અંગોને ખસેડવામાં મદદ કરે છે. આ કેન્સરનો જીવિત રહેવાનો દર ખૂબ જ ઓછો છે કારણ કે લક્ષણો ઘણીવાર ધ્યાન બહાર આવતા નથી અને જ્યારે સ્થિતિ ગંભીર બને છે અને દર્દી પેરીટોનિયલ કેન્સરના અંતિમ તબક્કામાં હોય છે ત્યારે જ સામે આવે છે.

હવે આપણે પેરીટોનિયલના કેન્સરના લક્ષણો વિશે જાણીએ. પેરિટોનિયલ કેન્સરના ચેતવણી સંકેતો અને લક્ષણોના પ્રકાર અને કેન્સરના સ્ટેજ અનુસાર અલગ હોય છે. જે કેન્સરની સાથે સંબંધિત સમસ્યાઓમાંથી એક છે. પહેલા તબક્કામાં કોઈ સંકેત હોતો નથી. જે વ્યક્તિને ચેતવણી પણ આપે છે. પરંતુ કેટલાક કેસમાં લક્ષણો ત્યાં સુધી સામે આવતા નથી. જ્યાં સુધી કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચતું નથી.

પેરિટોનિયલ કેન્સરના લક્ષણોમાં પેટમાં દુખાવો, એબ્ડોમિનલ બ્લોટિંગ, પેલ્વિક વિસ્તારની આસપાસ દબાણ,પેશાબમાં ફેરફાર,આંતરડાની ગતિમાં ફેરફાર યોનિમાર્ગમાંથી સ્રાવ,ખાટા ઓડકાર.વધુ ખાધા વગર પેટ ભરેલું લાગવું,વજનમાં અચાનક ફેરફાર વગેરે લક્ષણો છે.

જેમ જેમ કેન્સર વધે છે, પેટમાં પ્રવાહી એકઠું થવા લાગે છે, જેના પરિણામે પેટમાં દુખાવો,થાક લાગે છે.ઉલટી અથવા ઉબકા આવા લાગે તેમજ શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

તેવી જ રીતે, અહીં કેટલાક ચિહ્નો છે જે કેન્સર વધવા પછી સ્પષ્ટ થાય છે.પેટમાં તીવ્ર દુખાવો,આંતરડામાં અવરોધ અથવા પેશાબમાં અવરોધ,ખાવામાં કે પીવામાં મુશ્કેલી ઉલટી થવી વગેરે

આ કેન્સર મહિલાઓમાં સૌથી સામાન્ય છે, પરંતુ પુરુષોમાં પણ તે થઈ શકે છે. ઉંમર વધવાની સાથે આ કેન્સરનું જોખમ વધે છે. જો તમારા પરિવારમાં પેરીટોનિયલ અથવા અંડાશયના કેન્સરનો ઇતિહાસ હોય, તો તમને જોખમ હોઈ શકે છે. નિયમિતપણે તમારી તપાસ કરાવવી શ્રેષ્ઠ છે.

આ દુર્લભ કેન્સરમાં અસ્પષ્ટ લક્ષણો છે, જેના કારણે તેના પ્રારંભિક તબક્કામાં તેનું નિદાન કરવું મુશ્કેલ બને છે. મોટાભાગના લોકોને પેરીટોનિયલ કેન્સર તેના અદ્યતન તબક્કામાં જ ખબર પડે છે, જે બચવાની શક્યતા ઘટાડે છે. વહેલું નિદાન એ આ સ્થિતિને રોકવાનો એકમાત્ર શક્ય રસ્તો છે, અને આ માટે, લોકોએ નિયમિત આરોગ્ય તપાસ કરાવવી જોઈએ

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
