Women’s health : દરેક મહિલાએ પીરિયડ્સ સંબંધિત આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ
પીરિયડ્સ સાઈકલનું કેટલા દિવસ આવવું નોર્મલ છે અને ક્યા કારણોસર પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે. તમારી મેન્સ્ટ્રુઅલ સાઈકલ સાથે જોડાયેલી એવી વાત છે જે તમને ખબર હોવી જોઈએ.

પીરિયડ્સ સાથે જોડાયેલી કેટલીક એવી વાતો છે જેને લઈ મહિલાઓ મુંઝવણમાં રહે છે. અને તેમને આના વિશે વધારે જાણકારી પણ હોતી નથી. પીરિયડ્સ મહિલાઓને દર મહિને આવતી એક સામાન્ય પ્રકિયા છે. પરંતુ શરીરમાં ચાલી રહેલી અનેક વસ્તુઓ વિશે જાણકારી મળે છે.

પીરિયડ્સ સાઈકલ તમારા હેલ્થ વિશે ઘણું બધું કહે છે. પીરિયડ્સ સમયસર આવી રહ્યા છે કે નહીં, પીરિયડ્સ કેટલા દિવસ છે અને જો પીરિયડ્સ સાઇકલ નિયમિત નથી તો શા માટે નથી, આ કેટલીક બાબતો છે જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ.

ચાલો નિષ્ણાત પાસેથી પીરિયડ્સ સાઇકલ સંબંધિત કેટલીક ખાસ બાબતો વિશે જાણીએ. પીરિયડ્સ સાઈકલ અનિયમિત કે પીરિયડ્સ મોડા આવવા પાછળ સ્ટ્રેસ, હોર્મન ઈન્બેલેન્સ અને લાઈફસ્ટાઈલમાં બદલાવ જેવા કારણો હોય શકે છે.

શરીરમાં આયરન લેવલ ઓછું થવું અથવા હોર્મોનલ અસંતુલનને કારણે હેવી બ્લીડિંગ થઈ શકે છે. જો તમને પીરિયડ્સમાં હેવી બ્લીડિંગ થઈ રહ્યું છે કે, લાંબા સમય સુધી બ્લીડિંગ થઈ રહ્યું છે. તો આ વાતનું સ્પષ્ટ સંકેત છે કે, શરીરમાં કાંઈ ગડબડ છે.

પીરિયડ્સ સાઈકલ 3-5 કે 7 દિવસ સુધી ચાલવી જોઈએ. જેમાંથી જો ઓછા કે વધારે દિવસ સુધી પીરિયડ્સ આવે તો તેને નજરઅંદાજ કરવો જોઈએ નહી.

પીરિયડ્સના દિવસોમાં જો તમને લાંબા સમય સુધી બ્લીડિંગ થઈ રહ્યું છે , તો આ પીસીઓએસ કે થાઈરોડનું કારણ હોય શકે છે. તેમજ જો વધારે દુખાવો થઈ રહ્યો છે તો એન્ડોમેટ્રિયોસિસ કે ઈન્ફ્લેમેશન તરફ ઈશારો કરે છે.

જો તમને પીરિયડ્સ 1-2 દિવસથી ઓછા આવી રહ્યા છે તો આ યોગ્ય નથી. હંમેશા મહિલાઓ જો ઓછા પીરિયડ્સ આવે તો પોતાને લકી માને છે પરંતુ તે શરીરમાં ચાલી રહેલી ગડબડ તરફ ઈશારો કરે છે.

તમારા પીરિયડ્સના દિવસમાં કેટલું અંતર છે એટલે કે, 28-35 દિવસ વચ્ચે આવી રહ્યા છે. તો આ યોગ્ય છે. કેટલીક મહિલાઓને પીરિયડ્સ વચ્ચે પણ બ્લીડિંગ થાય છે. આ શરીરમાં રોગો અથવા ઈન્ફેક્શનના વિકાસને પણ સૂચવે છે.

દરેક સ્ત્રી માટે પીરિયડ્સ સાઈકલ સંબંધિત આ બાબતો સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તો તમારે ગાયનેકોલોજિસ્ટની સલાહ અને તેમની મુલાકાત લેવી જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
