Government Scheme: સરકારની આ સ્કીમમાં મળશે મજબૂત રિટર્ન! છોકરીઓએ તો આ તક ભૂલથી પણ ના ચૂકવી જોઈએ
ઘણા લોકો માને છે કે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અથવા નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સૌથી વધુ વ્યાજ દર ઓફર કરે છે. એવામાં ચાલો જાણીએ કે, સરકારની કઈ સ્કીમ છોકરીઓ માટે ખાસ છે...

ભારતમાં રોકાણકારો હંમેશા નાની બચત યોજનાઓને ફોલો કરે છે. બીજું કે, 2025-26 નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે ઘણી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો યથાવત રહેશે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 સુધી રોકાણકારોને પાછલા ક્વાર્ટર જેટલું જ રિટર્ન મળતું રહેશે.

બધી નાની બચત યોજનાઓમાં, એક યોજના એવી છે કે, જે સૌથી વધુ 8.2% વ્યાજ દર આપે છે. હવે આની તુલનામાં PPF એકાઉન્ટ 7.1% વ્યાજ આપે છે અને NSC 7.7% વ્યાજ આપે છે.

સરકારની આ યોજના EEE (Exempt-Exempt-Exempt) કેટેગરીમાં આવે છે. આનો અર્થ એ છે કે, થાપણો, વ્યાજ અને ઉપાડ બધુ ટેક્સ ફ્રી છે. આ સ્કીમમાં રોકાણને ઇન્કમ ટેક્સ એક્ટ 80C હેઠળ ટેક્સમાં છૂટ મળે છે.

આ યોજનામાં માત્ર માતા-પિતા 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીના નામે ખાતું ખોલાવી શકે છે. આ યોજના છોકરીના શિક્ષણ અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સારી માનવામાં આવી છે. આમાં લઘુત્તમ વાર્ષિક થાપણ (Minimum Annual Deposit) ₹250 અને મહત્તમ ₹1.5 લાખ છે.

આ ખાતું પોસ્ટ ઓફિસ અથવા SBI, HDFC બેંક અને ICICI બેંક જેવી અધિકૃત બેંકોમાં ખોલી શકાય છે. ઉચ્ચ શિક્ષણ માટે પૈસા ઉપાડવાની સુવિધા છે અને જો છોકરીના લગ્ન 18 વર્ષની ઉંમર પછી થાય તો ખાતું સમય પહેલા બંધ કરી શકાય છે.

આ ખાતું ભારતમાં ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકાય છે અને આ યોજના ખાતું ખોલ્યાના 21 વર્ષ પછી મેચ્યોર થાય છે. આકર્ષક વ્યાજ દરો અને ટેક્સ બેનિફિટ સાથે 'સુકન્યા સમૃદ્ધિ યોજના' રોકાણ કરવાની એક સરળ અને અસરકારક રીત પ્રદાન કરે છે.
Business Idea: ફક્ત 2 થી 3 કલાક આપો! બ્રેડ પકોડાનો વ્યવસાય શરૂ કરો, મહિનાની આવક ₹50,000 જેટલી થશે
